Preity Zinta Birthday : લાખો દિલોની ધડકન, ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. પ્રીતિ ઝિન્ટાની એક સ્મિત પર ચાહકો તેમના દિલ ગુમાવી દે છે. પ્રીતિ ઝિન્ટાની ફિલ્મોમાં એન્ટ્રી પણ શાનદાર રહી છે. તેને પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જ શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક મળી હતી. મોડલિંગથી કરિયર શરૂ કરનારી પ્રીતિ ઝિન્ટાએ મણિરત્નમની ફિલ્મ ‘દિલ સે’થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાનો રોલ ભલે નાનો હતો, પરંતુ તેણે પોતાના અભિનયથી લોકોના દિલમાં ઊંડી છાપ છોડી છે.
આ પણ વાંચો : કારગિલ યુદ્ધમાં દેશના જવાનો વીરગાથાને દર્શાવતી આ ત્રણ ફિલ્મ વિશે જરૂર જાણો
પ્રીતિ ઝિન્ટા આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા દુર્ગાનંદ ઝિન્ટા ભારતીય સેનામાં અધિકારી હતા. જ્યારે પ્રીતિ ઝિન્ટા માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેની માતા નીલપ્રભાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તે બે વર્ષ સુધી પથારીવશ રહી હતી. આ અકસ્માતે પ્રીતિ ઝિન્ટાનું જીવન બદલી નાખ્યું. ઘરની આખી જવાબદારી તેના ખભા પર આવી ગઈ. પ્રીતિનો મોટો ભાઈ દીપાંકર આર્મીમાં ઓફિસર છે અને નાનો ભાઈ મનીષ કેલિફોર્નિયામાં રહે છે.
View this post on Instagram
પ્રીતિ ઝિન્ટાએ શિમલાની કોન્વેન્ટ ઑફ જીસસ એન્ડ મેરી બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. પ્રીતિ ઝિન્ટાએ સેન્ટ બેડેજ કોલેજમાંથી અંગ્રેજી ઓનર્સ કર્યું, ત્યારબાદ સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પ્રીતિ ઝિન્ટાએ તેની કરિયરની શરૂઆત મોડેલિંગમાં કરી, ત્યારબાદ તેણે લિરિલ સાબુ અને પર્ક ચોકલેટ જેવી એડમાં કામ કર્યું.
View this post on Instagram
જો કે પ્રીતિ ઝિંટાને શેખર કપૂરની ફિલ્મ ‘તારા રમ પમ પમ’ થી ફિલ્મોમાં ડેબ્યુ કરવાની તક મળી હતી, પરંતુ આ ફિલ્મ કોઈ કારણસર બની શકી ન હતી. આ પછી પ્રીતિ ઝિંટાને મણિરત્નમની ફિલ્મ ‘દિલ સે’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા જેવા મોટા સ્ટાર્સ હતા. ‘દિલ સે’માં પ્રીતિ ઝિન્ટાની ભૂમિકા સહાયક અભિનેત્રી તરીકે જોવા મળી હતી, પરંતુ ફિલ્મમાં માત્ર 20 મિનિટની તેની ગંભીર ભૂમિકાએ દર્શકોનો વિશ્વાસ જીતી લીધો હતો. આ ફિલ્મ માટે પ્રીતિ ઝિન્ટાને બેસ્ટ ન્યુ કમર એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
પ્રીતિ ઝિન્ટા ફિલ્મ સોલ્જરમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના ઓપોઝિટ બોબી દેઓલ હતા. આ પછી પ્રીતિ ઝિન્ટાએ દિલ્લગી, હર દિલ જો પ્યાર કરેગા, મિશન કાશ્મીર, ક્યા કહેના, દિલ ચાહતા હૈ, ચોરી ચોરી ચૂપકે ચુપકે, કલ હો ના હો, લક્ષ્ય, વીર-ઝારા અને કભી અલવિદા ના કહેના જેવી શાનદાર ફિલ્મો કરી છે.