કારગિલ યુદ્ધમાં દેશના જવાનો વીરગાથાને દર્શાવતી આ ત્રણ ફિલ્મ વિશે જરૂર જાણો
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 26 જુલાઈના દિવસે ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. અને 1999 બાદથી 26 જુલાઈના દિવસે વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાન શહીદ થયા હતા. તો 1363 જવાન […]
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 26 જુલાઈના દિવસે ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. અને 1999 બાદથી 26 જુલાઈના દિવસે વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાન શહીદ થયા હતા. તો 1363 જવાન ઘાયલ થયા હતા. તો પાકિસ્તાનના 3 હજાર જવાનના મોત થયા હતા. પરંતુ પાકિસ્તાને કહ્યું કે, તેમના માત્ર 357 સૈનિક જ મર્યા છે.
આ પણ વાંચોઃ કારગિલ સમયે એક નિશાન ચૂકી જવાથી મુશર્રફ અને નવાઝ શરીફનો જીવ બચી ગયો, જાણો સમગ્ર કહાની
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કારગિલ યુદ્ધના ત્રણ વર્ષ બાદ એટલે 2003માં પહેલી ફિલ્મ બની હતી. કારગિલ યુદ્ધમાં ભારતની વિજયગાથાને દર્શાવતી પહેલી ફિલ્મ LOC Kargil નામની ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં મોટા પ્રમાણના બોલિવુડના સ્ટાર્સ જોવા મળ્યા હતા. અજય દેવગણ, સંજય દત્ત, સૈફ અલિખાન, અભિષેક બચ્ચન, કરીના કપૂર, સુનિલ શેટ્ટી સહિતના એકથી વધુ ફિલ્મી સ્ટારે પોતાનો અભિનય કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કારગિલની વીરગાથાને દર્શાવતી બીજી ફિલ્મ વર્ષ 2004માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મનું નામ Lakshya “લક્ષ્ય” છે. લક્ષ્ય એક એવી કહાની આધારિત બનાવવામાં આવી છે કે, જેમાં એક વ્યક્તિના જીવનનું કોઈ લક્ષ્ય હોતું નથી. પરંતુ આર્મીમાં જોડાયા બાદ આ વ્યક્તને પોતાનું સાચું લક્ષ્ય મળી જાય છે. આ ફિલ્મમાં ઋતિક રોશન, પ્રિતિ ઝિન્ટા, અમિતાભ બચ્ચન, અમરિશ પુરી સહિતના કલાકારોએ અભિનય દેખાડ્યો હતો.
કારગિલ યુદ્ધ પર ત્રીજી ફિલ્મ ટેન્ગો ચાર્લી Tango Charlie બની છે. આ ફિલ્મમાં અજય દેવગણ, બોબી દેઓલ અને સંજય દત્ત સહિતના સ્ટાર દેખાયા છે. વર્ષ 2005માં આ ફિલ્મ પ્રસારીત કરાઈ હતી. આ ફિલ્મમાં સરહદની સાથે દેશની રાજનીતિમાં પણ કેવા પ્રકારના હાલાત હતા તેને પણ દેખાડવામાં આવ્યા હતા.
[yop_poll id=”1″]