AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubin Nautiyal Accident : લોકપ્રિય સિંગર જુબિન નૌટિયાલ થયા ઈજાગ્રસ્ત, સિંગરના ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના, જુઓ અકસ્માતનું કારણ અને કેવી છે હાલત

Jubin Nautiyal Accident : બોલિવૂડ પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલનું ગુરુવારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Jubin Nautiyal Accident : લોકપ્રિય સિંગર જુબિન નૌટિયાલ થયા ઈજાગ્રસ્ત, સિંગરના ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના, જુઓ અકસ્માતનું કારણ અને કેવી છે હાલત
Jubin nautiyal Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 1:40 PM
Share

બોલિવૂડ પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલને ગુરુવારે અકસ્માત નડ્યો હતો. વાસ્તવમાં એવા અહેવાલો છે કે તે તેના ઘરની સીડી પરથી પડી ગયો છે, જેના પછી તેને ખૂબ જ ઈજા થઈ છે. રિપોર્ટ્સ અનુસાર તેની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં પણ ગંભીર ઈજા થઈ છે. આ સિવાય ગાયકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ ઘટના બાદ તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બાદ જુબિન નૌટિયાલના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવશે. એટલું જ નહીં ડૉક્ટરે સિંગરને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સિંગરના ચાહકો નારાજ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, જુબિન નૌટિયાલના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે. તેનો અવાજ અને ગીતો ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. સિંગર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગર હવે પહેલા કરતા ઘણી સારી છે.

કેવી રીતે થઈ ઈજા

જુબિન નૌટિયાલનું નવું ગીત ‘તુ સામને આયે’ તાજેતરમાં રિલીઝ થયું છે. તેણે યોહાની સાથે ગીત ગાયું છે. ગુરુવારે નૌટિયાલ અને યોહાની ગીતના લોન્ચિંગ સમયે સાથે જોવા મળ્યા હતા. આ પછી જ તેને ઈજા થઈ. આ અકસ્માતમાં જુબિનના જમણા હાથમાં ઘણી ઈજા થઈ છે.

જમણા હાથમાં થશે ઓપરેશન

જુબિન તેના હાલમા ટ્રેન્ડિંગ ગીતો “માનિકી કે માગે હિતે” તેમજ અન્ય ગીતો માટે ચર્ચામાં રહે છે. અકસ્માત બાદ તેના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવશે. તેને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના

સિંગર ઝુબિને પોતાના અવાજની મધુરતાથી ભારતીયોના દિલમાં પોતાનું સ્થાન કોતર્યું છે. “રાતે લંબિયાં,” “લૂંટ ગયે,” “હમનવા મેરે,” અને “તુઝે કિતને ચાહને લગે હમ,” “તુમ હી આના,” “બેવફા તેરા મૌસમ ચેહરા” જેવી આંતરરાષ્ટ્રીય હિટ ગીતો સાથે પણ લોકો તેને વીડિયોમાં જોવાનું પસંદ કરે છે. જેમ કે, તેના ચાહકો તેને ચાર્ટબસ્ટર્સ કરતા જોવા માટે વધુ રાહ જોવા માંગતા નથી અને ટૂંક સમયમાં તેના અવાજથી જાદુ ફેલાવે તેવું ઈચ્છે છે. જુબિન ઝડપથી સ્વસ્થ થાય તે માટે તેના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">