AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમિર ખાનના દિકરાની ફિલ્મ ‘મહારાજ’નો બહિષ્કાર કરવાની અરજી પર 24 કલાકમાં 25,000 હસ્તાક્ષર

આમીર ખાનનો દિકરો બોલિવુડમાં ડેબ્યુ કરે તે પહેલા તેના દિકરાની ફિલ્મ પર ગુજરાતમાં સ્ટે મુકવામાં આવ્યો છે. મહારાજ ફિલ્મ આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે. આ સમગ્ર મામલે ‘લાયબેલ કેસ 1862’ પર આધારિત ફિલ્મ છે.

આમિર ખાનના દિકરાની ફિલ્મ ‘મહારાજ’નો બહિષ્કાર કરવાની અરજી પર 24 કલાકમાં 25,000 હસ્તાક્ષર
| Updated on: Jun 17, 2024 | 5:23 PM
Share

બોલિવુડના સ્ટાર આમિર ખાનના દિકરા જુનૈદ ટુંક સમયમાં બોલિવુડમાં ડેબ્યુ કરશે. જેના પર ચાહકો તેને શુભકામના પણ પાઠવી રહ્યા છે. પરંતુ જુનૈદ બોલિવુડની ઉડાન ભરે તે પહેલા તેની ફિલ્મ રિલીઝ થતા અટકી ગઈ છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટે આમિર ખાનના દિકરાની ફિલ્મ મહારાજા પર સ્ટે મુક્યો છે. આ ફિલ્મ 14 જૂનના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી તેમજ આ ફિલ્મથી જુનૈદ ડેબ્યુ પણ કરવાનો હતો.

સૌરભ શાહ લિખિત પુસ્તક ‘મહારાજ’ પર આધારિત આ જ નામની ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ અરજીનો ઉદ્દેશ્ય ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝનો વિરોધ કરીને સનાતન ધર્મની અખંડિતતાની રક્ષા કરવાનો છે. હાઈકોર્ટે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને સ્વીકારીને ‘મહારાજ’ની રિલીઝ પર સ્ટે જાહેર કર્યો છે.

ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ

જસ્ટિસ સંગીતા વિશે ચુકાદો સંભાળવતા કહ્યું કે, આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. કેટલાક અરજદારોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે નોટિસ જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 18 જૂનના રોજ સુનાવણી થશે. ભગવાન કૃષ્ણ અને વલ્લભચાર્યના ભક્તોએ આ અંગે અરજી દાખલ કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે જેની પબ્લિક ઓર્ડર પર ખરાબ અસર પડે છે. તે એમ પણ કહે છે કે આ ફિલ્મ હિંદુ ધર્મને પણ ઠેસ પહોંચાડે છે.

ફિલ્મ ‘મહારાજ’નો બહિષ્કાર કરવાની અરજી પર 24 કલાકની અંદર  25,000 હસ્તાક્ષર થયા છે, આ અરજી સનાતન ધર્મના તમામ સમર્થકોને ‘મહારાજ’ની રિલીઝનો વિરોધ કરવા માટે એક થવા માટે પ્રોત્સાહિત કરે છે. ફિલ્મ અંગેનો આગામી કોર્ટનો નિર્ણય 18 જૂનના રોજ થશે અને અરજદારો સમુદાયને વિનંતી કરે છે કે તેઓ આ તારીખ પહેલા તેમનો સામૂહિક અવાજ ઉઠાવે.

આ પણ વાંચો : 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા ત્યારબાદ છૂટાછેડા લીધા, 54 વર્ષે બીજી વખત લગ્ન કર્યા, આવો છે હંસલ મહેતાનો પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">