AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra Wedding : લગ્નની તારીખ શું છે ? પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો સવાલ, એક્ટ્રેસે હસીને આપ્યો ફની જવાબ, જુઓ Video

Parineeti Chopra Wedding: ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાની સગાઈ બાદ હવે દરેક લોકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જ્યારે પાપારાઝીએ પણ લગ્નની તારીખ વિશે પૂછ્યું તો પરિણીતીએ આ જવાબ આપ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Parineeti Chopra Wedding : લગ્નની તારીખ શું છે ? પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો સવાલ, એક્ટ્રેસે હસીને આપ્યો ફની જવાબ, જુઓ Video
Parineeti Chopra Raghav Chadha Wedding dateImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 4:22 PM
Share

Mumbai: ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરાને (Parineeti Chopra) હાલમાં દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે લગ્ન ક્યારે છે? પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ મહિનાની 13મી તારીખે ધૂમધામથી સગાઈ કરી હતી. બંનેની સગાઈમાં પરિવાર, સંબંધીઓ સિવાય ઘણા મિત્રો, બોલિવુડ સેલેબ્સ અને રાજકારણીઓ પણ સામેલ થયા હતા.

સગાઈ પછી બધા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ પરિણીતી અને રાઘવ રાજસ્થાન પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને તેમના લગ્નની તૈયારીઓને લઈને ત્યાં ગયા છે. બંનેની સાથેની તસવીરો પણ ત્યાંથી આવી હતી. હાલમાં પરિણીતિ ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને લગ્નને લઈને સવાલ કરવામાં આવી રહ્યા છે અને તે હસી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો સવાલ

પાપારાઝી વિરલ ભાયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મુંબઈથી સામે આવેલા એક વીડિયોમાં પાપારાઝી પરિણીતીને પૂછે છે, “લગ્નની તારીખ શું છે? કંઈક તો બોલો.” આ સવાલો પર પરિણીતી હસી પડે છે અને કહે છે કે દિશા જાણે છે. તેની સાથે એક મહિલા હતી, પરિણીતીએ સવાલને ટાળવા માટે જ તેને પૂછવાનું કહ્યું.

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી એકસાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યારથી બંનેના ડેટિંગની વાતો ચાલી રહી હતી. પરંતુ બંનેએ તેમના પ્રેમનો સ્વીકાર ન કર્યો અને ત્યારબાદ સીધી સગાઈ કરી લીધી.

આ પણ વાંચો : Aamir Khan Video: ભાંગડા કરતો આમિર ખાનનો વીડિયો થયો વાયરલ, ફિલ્મના પ્રમોશન દરમિયાન કર્યો જોરદાર ડાન્સ

સગાઈની ઘણી તસવીરો થઈ વાયરલ

સગાઈ બાદ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રોકા સેરેમનીની ઘણી તસવીરો સતત શેર કરી રહ્યાં છે. સગાઈની પરિણીતી અને રાઘવની ઘણી સુંદર તસવીરો સામે આવી છે. હાલમાં જ એક તસવીર સામે આવી છે, જેમાં પરિણીતી તેના પિતાના આંસુ લૂછતી જોવા મળી રહી છે. બંનેની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">