બોલિવુડ બ્લોકબસ્ટર ગીતો જે પાકિસ્તાને કર્યા છે કોપી, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ, જુઓ Video
Pakistan Copied Indian Songs: ભારતીય ફિલ્મ (Indian film) ઉદ્યોગમાં સંગીત કંપોઝ કરવું એ સૌથી સર્જનાત્મક કાર્યોમાંનું એક માનવામાં આવે છે. પરંતુ આ વીડિયો મુજબ પાકિસ્તાનના કેટલાક સંગીતકારોએ ભારતીય સંગીતને કોપી કરીને ગીતો બનાવ્યા છે. તમે સાંભળ્યું જ હશે કે ઘણી ફિલ્મો કોરિયન ફિલ્મોમાંથી કોપી કરવામાં આવે છે. પરંતુ આજે તમને કેટલાક પાકિસ્તાની ગીતો જે બોલિવુડમાંથી કોપી થયા છે, તે જણાવવા જઈ રહ્યા છે.
Pakistan Copied Indian Songs: આજે પાકિસ્તાનની (Pakistan) હાલત જોઈએ તો જાણે તેની ઓરિજિનાલિટી પૂરી થઈ ગઈ હોય તેવું લાગે છે. ફિલ્મો અને ગીતોની રિમેક દરરોજ આવે છે. પાકિસ્તાનના ફિલ્મમેકર્સે વિદેશી ફિલ્મોમાં દરેક વસ્તુની કોપી કરી રહ્યા છે. આપણે બધાએ 90ના દાયકાના હિટ ગીતોની બનેલી રીમેક સાંભળી છે અને જ્યારે આનાથી પણ સંતોષ ન થયો ત્યારે પાકિસ્તાને બોલિવુડ સોન્ગ કોપી કરવાનું શરુ કર્યું.
પાકિસ્તાને કોપી કર્યા બોલીવુડ ગીત
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સંગીત કંપોઝ કરવું એ સૌથી સર્જનાત્મક કાર્યોમાંનું એક માનવામાં આવે છે. પરંતુ આ વીડિયો મુજબ પાકિસ્તાનના કેટલાક સંગીતકારોએ ભારતીય સંગીતને કોપી કરીને ગીતો બનાવ્યા છે. તમે સાંભળ્યું જ હશે કે ઘણી ફિલ્મો કોરિયન ફિલ્મોમાંથી કોપી કરવામાં આવે છે. પરંતુ આજે તમને કેટલાક પાકિસ્તાની ગીતો જે બોલિવુડમાંથી કોપી થયા છે, તે જણાવવા જઈ રહ્યા છે.
અહીં જુઓ વીડિયો
(Video Credit: Think Anu YouTube)
આ વીડિયો થિન્ક અનુ નામના યુટ્યૂબરે તેની યુટ્યૂબ ચેનલ પર પબ્લિશ કર્યો છે. આ લિસ્ટમાં બોલિવુડના ઘણા પોપ્યુલર ગીતોનો સમાવેશ થાય છે. આ ગીતોમાં 1995માં આવેલી બેદારી ફિલ્મનું ગીત આઓ બચ્ચો તુમ્હે દિખાયે, અલ્તાફ રાજાનું આલ્બમ સોન્ગ તુમ તો થેરે પરદેસી, 2002માં આવેલી કાંટે ફિલ્મનું ગીત માહી વે, 2001માં આવેલી રહેના હૈ તેરે દિલ મેં ફિલ્મનું ગીત ઝરા ઝરા, 2002માં આવેલી સુહાગ ફિલ્મનું ગીત ગોરે ગોરે મુખડે પે, 1995માં આવેલી નજાયાઝ ફિલ્મનું ગીત બરસાત કે મૌસમ મેં, 1995માં આવેલી ડીડીએલજી ફિલ્મનું ગીત તુઝે દેખા તો યે જાના સનમ, 1993માં આવેલી ખલનાયક ફિલ્મનું ગીત ચોલી કે પીછે, 1995માં આવેલી ડીડીએલજી ફિલ્મનું ગીત મહેંદી લગા કે રખનાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય ગીતોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીની 3 વર્ષની દીકરી સમિષાએ કર્યો મંત્ર જાપ, જુઓ Viral Video