શિલ્પા શેટ્ટીની 3 વર્ષની દીકરી સમિષાએ કર્યો મંત્ર જાપ, જુઓ Viral Video

શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) દીકરી સમિષા ઘણીવાર તેની ક્યુટનેસથી ફેન્સના દિલ જીતતી જોવા મળે છે. હાલમાં સમિષાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મંત્રનો પાઠ કરતી જોવા મળી રહી છે. ત્રણ વર્ષની બાળકીને આ રીતે મંત્રો પાઠ કરતી જોઈને બધા હેરાન થઈ ગયા છે. સમિષાના આ વીડિયો પર ફેન્સ પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ પહેલા પણ સમિષાનો અન્ય એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે તેના ક્યૂટ અંદાજમાં ગાયત્રી મંત્રનો પાઠ કરતી જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીની 3 વર્ષની દીકરી સમિષાએ કર્યો મંત્ર જાપ, જુઓ Viral Video
Shilpa Shetty DaughterImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 5:14 PM

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બી-ટાઉનની સૌથી સ્ટાઈલિશ મોમ્સમાંથી એક છે. શિલ્પા શેટ્ટી તેના પુત્ર વિયાન અને પુત્રી સમિષા શેટ્ટી કુન્દ્રા સાથે ઘણી વખત આઉટિંગ દરમિયાન જોવા મળે છે. આ સિવાય શિલ્પા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર પોતાના બાળકો સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટીની દીકરી સમિષા પોતાની ક્યુટનેસથી ફેન્સનું ધ્યાન ખેંચતી જોવા મળે છે. હાલમાં ફરી એકવાર શિલ્પાની દીકરી સમિષાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની ક્યુટનેસથી લોકોને એટ્રેક્ટ કરી રહી છે.

3 વર્ષની સમિષા મંત્ર પાઠ કરતી જોવા મળી

દશેરાના અવસર પર શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે હવન કરતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં એક પૂજારીને મંત્રનો પાઠ કરતા સાંભળી શકાય છે. શિલ્પા શેટ્ટીની પુત્રી સમિષા ખુરશી પર બેઠેલી જોવા મળે છે. ત્યારબાદ તેને ભજન સંભળાવવા માટે કહેવામાં આવે છે. તો પછી સમિષા મંત્રનો પાઠ કરતી જોવા મળે છે. ત્રણ વર્ષની બાળકીને આ રીતે મંત્રો પાઠ કરતી જોઈને બધા હેરાન થઈ ગયા છે. સમિષાના આ વીડિયો પર ફેન્સ પ્રેમ વરસાવતા જોવા મળે છે.

પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો

અહીં જુઓ વીડિયો

(VC: Shamita Shetty Instagram) 

પહેલા સમિષા ગાયત્રી મંત્રનો પાઠ કરતી જોવા મળી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સમિષા મંત્ર જાપ કરતી જોવા મળી હોય. આ પહેલા પણ સમિષાનો અન્ય એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે તેના ક્યૂટ અંદાજમાં ગાયત્રી મંત્રનો પાઠ કરતી જોવા મળી હતી. આ સિવાય શિલ્પાને જોયા બાદ સમિષા મમ્મીની જેમ યોગ પણ કરતી જોવા મળી છે. શિલ્પા તેના સોશિયલ મીડિયા પર યોગ કરતી ઘણી તસવીરો પણ શેર કરે છે.

તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરી 2020ના રોજ શિલ્પા અને રાજ કુન્દ્રા સરોગસી દ્વારા સમિષાના માતા-પિતા બન્યા હતા. દીકરીના જન્મ પછી શિલ્પાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દીકરીના જન્મ પછી તેનો પરિવાર કમ્પલીટ થઈ ગયો છે. શિલ્પા અને રાજને એક પુત્ર વિયાન રાજ કુન્દ્રા પણ છે. શિલ્પા શેટ્ટીની દીકરી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. શિલ્પા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના બે બાળકોની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

આ પણ વાંચો: Bigg Boss 17: સલમાન ખાનના બિગ બોસમાં ‘સસ્તા કબીર સિંહ’… લોકોએ અભિષેકના ગુસ્સાની મજાક ઉડાવી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">