Oscars 2023 : Naatu Naatuની જીત બાદ જુનિયર એનટીઆર દેશ પરત ફર્યો, એરપોર્ટ પર ભીડ જામી, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Mar 15, 2023 | 5:15 PM

ઓસ્કારમાં સફળતાનો ઝંડો લહેરાવ્યા બાદ RRR એક્ટર જુનિયર NTR હૈદરાબાદ પહોંચી ગયો છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Follow us on

જુનિયર એનટીઆર સિનેમાના સૌથી મોટા એવોર્ડ સમારોહ ઓસ્કારમાં ફિલ્મ RRRનું ગીત ‘ નાટુ નાટુ ‘ જીતીને દેશમાં પરત ફર્યો છે. હૈદરાબાદ એરપોર્ટ પર તેના ચાહકોની ભીડ જોવા મળી હતી.લોકોએ તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન જુનિયર એનટીઆરએ કહ્યું કે આરઆરઆરને પ્રેમ અને પ્રોત્સાહન આપવા બદલ દરેક ભારતીયનો આભાર.એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુએ યુએસમાં લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આયોજિત 95માં એકેડેમી એવોર્ડ્સમાં એવોર્ડ જીત્યો હતો.

આ વર્ષે ભારતે બે ઓસ્કાર જીત્યા છે. ધ એલિફન્ટ વ્હીસ્પર્સને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Natu Natu : Oscar વીજેતા નાટુ નાટુ સોંગનો ખરેખર શું અર્થ થાય છે, જાણો અહીં

ચાહકોથી ઘેરાયો જુનિયર NTR

જુનિયર એનટીઆર જ્યારે અમેરિકાના લોસ એન્જલસથી હૈદરાબાદ પહોંચ્યો ત્યારે એરપોર્ટની બહાર ચાહકોની ભીડથી જામી હતી. હજારો ચાહકો તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું, “હું બધા દર્શકોનો આભાર માનું છું. RRR ને પ્રોત્સાહિત કરવા બદલ હું તમામ ભારતીયોનો પણ આભાર માનું છું. ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રેમને કારણે આ શક્ય બન્યું છે.”

એમ.એમ.કીરવાણીએ એવોર્ડ મેળવ્યો

એમએમ કીરવાણીએ નાટુ નાટુ ગીત કમ્પોઝ કર્યું છે. તેના લિરિક્સ ચંદ્ર બોઝના છે. આ બંનેને ઓસ્કાર આપવામાં આવ્યો છે. આ સુપરહિટ ગીતમાં ડાન્સ પણ જોરદાર હતો. આ ગીત પ્રેમ રક્ષિત દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું  ખાસ વાત એ છે કે નાટુ નાટુ ગીતનું શૂટિંગ એસએસ રાજામૌલી દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ મહેલના બેકગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.

સાઉથ મૂવી આરઆરઆરએ ઈતિહાસ રચ્યો

જુનિયર એનટીઆર ઉપરાંત, રામચરણ એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ આરઆરઆરમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.ભારતીય ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં RRRનું ગીત નાટુ નાટુ જીત્યું છે. ઓસ્કાર એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી હતી અને આ વખતે સાઉથ મૂવી આરઆરઆરએ ઈતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો : Viral Video: ઘોડી પર નહીં પણ ડોલીમાં લગ્ન કરવા પહોંચ્યો વરરાજા, તમે પણ જોવો આ ખાસ એન્ટ્રીનો વીડિયો

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati