AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોરા ફતેહીએ તેની ટ્રેડમાર્ક સ્ટાઈલથી અબુ ધાબીમાં મચાવી ધમાલ, લેટેસ્ટ સિંગલ ‘ડર્ટી લિટલ સિક્રેટ’ને અનોખા અંદાજમાં કર્યો પ્રમોટ

નોરા ફતેહીએ (Nora Fatehi) તેના લેટેસ્ટ ગીત 'ડર્ટી લિટલ સિક્રેટ'નું પ્રમોશન દુબઈના એક મોલમાં કર્યું, જ્યાં હજારો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બાળકોએ ખૂબ જ સારું પરફોર્મંસ કર્યું હતું.

નોરા ફતેહીએ તેની ટ્રેડમાર્ક સ્ટાઈલથી અબુ ધાબીમાં મચાવી ધમાલ, લેટેસ્ટ સિંગલ 'ડર્ટી લિટલ સિક્રેટ'ને અનોખા અંદાજમાં કર્યો પ્રમોટ
Nora FatehiImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 6:23 PM
Share

ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ નોરા ફતેહી (Nora Fatehi) દર વખતે પોતાનું ટેલેન્ટ, સ્કિલ્સ અને મુવ્સથી ધૂમ મચાવે છે. નોરા જે પણ કરે છે, તે પૂરા સ્વેગ સાથે કરે છે. નોરાએ તેના લેટેસ્ટ સિંગલ (Nora Fatehi Dance Video) ‘ડર્ટી લિટલ સિક્રેટ’ માટે અનોખા પ્રમોશનલ ટૂર માટે પણ એક અલગ રસ્તો અપનાવ્યો અને પરિણામોએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા છે. હાલમાં આ ગીતનું અનાવરણ અબુ ધાબીના સૌથી ચર્ચિત હોટસ્પોટ્સ દલમા મોલમાં એક ફ્લેશ મોબ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ગીત દ્વારા નોરા એક નિર્દેશક, ક્યુરેટર, સ્ટાઈલિશ, વિઝ્યુઅલ જીનિયસ અને પરફોર્મરના રૂપમાં પોતાની શરૂઆત કરી છે.

નોરાએ કર્યું દુબઈમાં ગીતનું પ્રમોશન

નોરાએ તેની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં એક સ્પોશિયલ સરપ્રાઈઝ પ્લાન કરી હતી જ્યાં અલગ અલગ જાતિ અને ઉંમરના કેટલાક સૌથી પ્રતિભાશાળી યુવા ડાન્સર્સ તેના ઈન્ડિપેંડેટ ગીત ‘પેપેટા’ અને લેટેસ્ટ સ્મેશ હિટ ‘ડર્ટી લિટલ સિક્રેટ’ પર એક ફ્લેશ મોબ પરફોર્મ કરવા માટે ભેગા એક સાથે આવ્યા હતા. પરફોર્મ કરી રહેલા બાળકો માત્ર ટેલેન્ટની દ્રષ્ટિએ જ કમાલ ન હતા પરંતુ પાથ બ્રેકિંગ #Dancewithnora ઓનલાઇન ચેલેન્જ દ્વારા પણ તેમની પસંદગી કરવામાં આવી હતી, જે એક પહેલ છે જે નોરાના મગજની ઉપજ છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને પરફોર્મ કરવા માટે એક આઈડિયલ પ્લેટફોર્મ બનાવવાનો છે. તેઓ ગમે તે બેકગ્રાઉન્ડ, કલ્ચરના કેમ ન હોય.

આ પણ વાંચો

અહીં જુઓ નોરાનો લેટેસ્ટ વીડિયો

મોલમાં ભેગી થઈ હતી હજારોની ભીડ

આ વિડિયો એ વાતનો પુરાવો છે કે ત્યાં આ વિઝ્યુઅલ ટ્રીટથી હાજર ભીડ દંગ રહી ગઈ અને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. એવું કહી શકાય કે નોરા દર વખતે પોતાની કમાલ સ્ટાઈલથી ધમાલ મચાવે છે.

હાલમાં એક વીડિયો શેર કર્યો

બોલિવૂડ સેન્સેશન નોરાએ હાલમાં જ એક વિડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં તે નિયોન ડ્રેસમાં તેના આકર્ષક લુકમાં જોવા મળી હતી. તે હંમેશા કોઈને કોઈ વિડિયો અથવા તેની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વીડિયોમાં તે તડકામાં પોતાની ચમક દેખાડી રહી હતી. નોરાએ આ ડ્રેસ સાથે મેચિંગ હીલ્સ કેરી કરી હતી.

અહીં જુઓ નોરાનો નિયોન ડ્રેસમાં વીડિયો

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

‘ઝલક દિખલા જા’ની નવી સીઝન કરશે હોસ્ટ!

નોરા ફતેહી જલ્દી જ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની નવી સીઝન હોસ્ટ કરતી જોવા મળશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિયાલિટી શો નોરા ફતેહી, માધુરી દીક્ષિત અને કરણ જોહર હોસ્ટ કરશે અને તે જલ્દી જ ઓન એર પણ થશે.

g clip-path="url(#clip0_868_265)">