AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

’83’ ફ્લોપ થયા બાદ હવે પેરાપ્લેજિક ઓલિમ્પિયનની બાયોપિક બનાવશે કબીર ખાન, ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન

સાજિદ નડિયાદવાલા સાથે કાર્તિક આર્યનની (Kartik Aaryan) આ બીજી ફિલ્મ હશે જેનું નિર્દેશન કબીર ખાન કરશે. કબીર ખાન સાથે કાર્તિકની પહેલી ફિલ્મ 'સત્યનારાયણ કી કથા' છે.

'83' ફ્લોપ થયા બાદ હવે પેરાપ્લેજિક ઓલિમ્પિયનની બાયોપિક બનાવશે કબીર ખાન, ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન
Sajid-Nadiadwala-Kartik-Aaryan-And-Kabir-Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 6:51 PM
Share

કાર્તિક આર્યનનો (Kartik Aaryan) ઈરાદો આ દિવસોમાં એકદમ મક્કમ છે. તે ધીમે ધીમે પરંતુ સતત તેની ઉડાનને હવે ઝડપી કરી રહ્યો છે. બોલિવૂડમાંથી સફળ હીરોના રુપમાં પોતાની ઓળખ બનાવનાર કાર્તિક આર્યનની હાલમાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ આવી હતી જેણે ઉમ્મીદ કરતાં વધુ કમાણી કરી હતી. કોરોના મહામારી પછી આ પહેલી આવી ફિલ્મ હતી જે સફળ રહી હતી. હવે તેની સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે કે તે કબીર ખાનની (Kabir Khan) અપકમિંગ ફિલ્મમાં પેરાપ્લેજિક ઓલિમ્પિયનનો રોલ કરવા જઈ રહ્યો છે.

‘પેરાપ્લેજિક ઓલિમ્પિયન’ના રોલમાં જોવા મળશે કાર્તિક આર્યન

બોલિવૂડના કોરિડોરમાં એવી વાતો ચાલી રહી છે કે કબીર ખાન દ્વારા નિર્દેશિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ફિલ્મમાં કાર્તિક આર્યન એક ‘પેરાપ્લેજિક ઓલિમ્પિયન’ના રોલમાં જોવા મળી શકે છે. કાર્તિકે પોતે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે સ્ટ્રીટ ફાઈટરનો રોલ કરવા જઈ રહ્યો છે. પાત્રનું નેચર એવું છે કે આ માણસ જીવનમાં ખૂબ જ ઊંચો હતો અને સ્ટ્રીટનો સ્માર્ટ છોકરો હતો, પરંતુ તેના ક્રૂર નિયતિને કારણે તે પેરાપ્લેજિયાથી જકડાયો હતો. વિપરીત પરિસ્થિતીઓ સામે લડીને તેણે ઓલિમ્પિકમાં જોરદાર મોટી છાપ ઉભી કરી.

આ પણ વાંચો

કાર્તિક આર્યને આ ફિલ્મ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતા કબીર ખાન અને સાજિદ નડિયાદવાલાની અને તેના કોલાજમાં એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘આ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે. હું મારા ફેવરેટ ફિલ્મમેકર્સને લઈને અને મારી આ એક્સાઈટીંગ જર્નીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું @kabirkhankk અને #SajidNadiadwala સર.’

કાર્તિક આર્યને શેર કરી આ ખબર

કબીર ખાન કરી રહ્યા છે ફિલ્મનું નિર્દેશન!

એવું પણ જણાવવામાં મળ્યું છે કે આ એક બાયોપિક ફિલ્મ છે. તેથી સ્વાભાવિક છે કે જેની બાયોપિક બની રહી છે તે ઓલિમ્પિયન પાસેથી સંમતિ લેવામાં આવી હશે. એ પણ શક્ય છે કે આ એ જ ફિલ્મ હશે જેની કલ્પના કબીર ખાને રણવીર સિંહને ધ્યાનમાં રાખીને કરી હતી. તે સમયે કબીર ખાન ફિલ્મ ’83’ પૂરી કરવામાં બિઝી હતા. આ ફિલ્મને પણ સાજિદ નડિયાદવાલાએ જ પ્રોડ્યુસ કરી હતી.

ઈટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે સ્વીકાર્યું હતું કે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. ફિલ્મ ’83’ અને ‘સ્ત્રી’ના રાઈટર સુમિત અરોરાએ આ ફિલ્મ લખી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ક્રિપ્ટથી કબીર ખાન, સાજિદ નડિયાદવાલા અને એક્ટર કાર્તિક આર્યન પણ ઘણા ખુશ છે.

કાર્તિક સાથે બીજી ફિલ્મ કરી રહ્યો છે સાજિદ

બોલિવૂડ ન્યૂઝ મુજબ સાજિદ નડિયાદવાલા સાથે કાર્તિક આર્યનની આ બીજી ફિલ્મ હશે જેનું નિર્દેશન કબીર ખાન કરશે. સાજિદ નડિયાદવાલા સાથે કાર્તિકની પહેલી ફિલ્મ છે ‘સત્યનારાયણ કી કથા’. ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા બાદ સાજિદ નડિયાદવાલા કાર્તિક આર્યનથી ખૂબ જ પ્રભાવિત છે.

Follow Us
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
g clip-path="url(#clip0_868_265)">