AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટે ફિલ્મ ‘ડાર્લિંગ’ના ફોટા શેર કર્યા, તસવીરો શેર કરીને વધાર્યું સસ્પેન્સ

આ ફિલ્મમાં આલિયા ભટ્ટની (Alia Bhatt) સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ પણ જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહી છે.

આલિયા ભટ્ટે ફિલ્મ 'ડાર્લિંગ'ના ફોટા શેર કર્યા, તસવીરો શેર કરીને વધાર્યું સસ્પેન્સ
Darlings
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 5:02 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) ટૂંક સમયમાં ફિલ્મ ‘ડાર્લિંગ’માં (Darlings) જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મથી તે પ્રોડ્યુસર તરીકે બોલિવૂડમાં પોતાની સફરની શરૂઆત કરી રહી છે. એટલે કે આલિયા આ ફિલ્મ શાહરૂખ ખાન સાથે મળીને પ્રોડ્યુસ કરી રહી છે. આલિયા ભટ્ટ આ સમયે એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તે પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં તેના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આલિયા ભટ્ટે તેની ફિલ્મ ડાર્લિંગ સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરીને ફની કેપ્શન પણ આપ્યું છે.

આલિયાએ ફની કેપ્શન સાથે શેર કર્યા ફોટો

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે હાલમાં જ ફિલ્મ ડાર્લિંગ સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોને ફિલ્મની સ્નીક પીક પણ કહેવામાં આવે, તો ખોટું નહીં હોય. આલિયાએ તેના ટ્વિટર પર ચાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આલિયા ભટ્ટ અને શેફાલી શાહ સહિત ફિલ્મની બીજી સ્ટારકાસ્ટ પણ દેખાઈ રહી છે. આલિયાએ તસવીરો શેર કરતાં એક ફની કેપ્શન આપ્યું છે. આલિયાએ લખ્યું- ‘હાલ માટે ફોટો જુઓ, સોમવારે બેટિંગ બતાવીશ.’ જુઓ આ તસવીરો..

ટીઝરમાં જોવા મળ્યું સસ્પેન્સ

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ડાર્લિંગનું ટીઝર શેર કર્યું છે. ટીઝર જોઈને લાગે છે કે ફિલ્મ સસ્પેન્સથી ભરેલી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ પણ જોવા મળશે. આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘ડાર્લિંગ’ એક ડાર્ક હ્યુમર કોમેડીથી ભરપૂર રોમાંચક ફિલ્મ હશે. આલિયા ભટ્ટે પોતે આ વાતનો સંકેત આપ્યો છે. આલિયાએ ટીઝર પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું- ‘થોડા ડાર્ક થોડા કોમેડી.’

આ પણ વાંચો

આલિયા ભટ્ટે ફિલ્મ વિશે શું કહ્યું?

આલિયા ભટ્ટે આ ફિલ્મ ડાર્લિંગને પોતાના દિલની સૌથી નજીક કહી હતી. આલિયાએ કહ્યું હતું કે આ ફિલ્મ તેના માટે ખૂબ જ સ્પેશિયલ છે. આલિયા ભટ્ટે કહ્યું- પ્રોડ્યુસર તરીકે આ મારી પહેલી ફિલ્મ છે, તે પણ રેડ ચિલીઝ સાથે છે. જે રીતે આ ફિલ્મ બનાવવામાં આવી છે તેના પર મને ગર્વની સાથે સાથે ખુશી પણ છે. હાલમાં જ ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ ફિલ્મ ડાર્લિંગ વિશે પોસ્ટ શેર કરી હતી. આ ફિલ્મ માટે કરણ જોહરે પણ આલિયા ભટ્ટના ખૂબ વખાણ કર્યા હતા. ઉપરાંત, તેણે ફિલ્મને 5 રેટિંગ પણ આપ્યાં છે.

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">