લગ્નના 4 મહિના પછી માતા-પિતા બન્યા, શું નયનતારા-વિગ્નેશે સરોગસી કાયદો તોડ્યો ?

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nirupa Duva

Updated on: Oct 11, 2022 | 11:04 AM

સરોગસી કાયદાના ઉલ્લંઘનનો મામલો સામે આવતા જ હવે તમિલનાડુ સરકારે સાઉથના આ કપલ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. અંદાજે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે આ વર્ષે જૂનમાં લગ્ન કરી લીધા હતા.

લગ્નના 4 મહિના પછી માતા-પિતા બન્યા, શું નયનતારા-વિગ્નેશે સરોગસી કાયદો તોડ્યો ?
લગ્નના 4 મહિના પછી માતા-પિતા બન્યા, શું નયનતારા-વિગ્નેશે સરોગસી કાયદો તોડ્યો ?
Image Credit source: Twitter

Nayanthara : સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા અને તેના ડાયરેક્ટર પતિ વિગ્નેશ શિવન જુડવા બાળકોના માતા-પિતા બન્યા છે. આ કપલને સરોગસી (Surrogacy)દ્વારા આ ખુશી મળી છે. ઘરમાં કિલકારી ગુંજતા આ સ્ટાર દંપતિ હવે મુશ્કિલીમાં મુકાયા છે. નયનતારા (Nayanthara ) અને વિગ્નેશે 9 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, તે માતા-પિતા બન્યા છે. લગ્નના ચાર મહિના બાદ માતા-પિતા બનવાને લઈ સોશિયલ મીડિયા પર યુઝર્સ આ કપલને ટ્રોલ કરી રહ્યા છે.

કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો કે, નયનતારા અને વિગ્નેશે સરોગેસી કાયદાનું ઉલ્લંધન કર્યું છે. સરોગેસી કાયદાના ઉલ્લધનની વાત સામે આવતા હવે તમિલનાડુ સરકારે આ સાઉથ કપલ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે અંદાજે 5 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે જુન મહિનામાં બંન્નેએ લગ્ન કર્યા હતા. રાજ્યના સ્વાસ્થ પ્રધાન એમએ સુબ્રમણ્યમે કહ્યું નિયમો અનુસાર 21 વર્ષથી વધુ અને 36 વર્ષથી ઓછી ઉંમરના લોકો oocytes દાન કરી શકે છે. તે પણ પરિવારની મંજુરીની સાથે

સરોગેસીને લઈ સ્પષ્ટતા કરવામાં આવે

સુબ્રમણ્યમે કહ્યું કે, સાઉથ કપલ પાસે સરોગેસીને લઈ સ્પષ્ટતા માંગવામાં આવે અને આ વાતની તપાસ કરવામાં આવે કે, સરોગેસી કાયદાના તમામ નિયમોનું પાલન કર્યું કે નહિ. ડોકટરોનું કહેવું છે કે, નયનતારા અને તેના પતિને સરોગેસી કાયદામાં સુધારા પહેલા તેના પતિએ બાળકોની આ પ્રક્રિયા શરૂ કરી હશે. હકીકતમાં, આ વર્ષે જાન્યુઆરીમાં સરોગસી એક્ટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે તેનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે મહિલાઓના શોષણ માટે ન થાય.

કપલનો હજુ કોઈ જવાબ આવ્યો નથી

જાન્યુઆરીમાં કેટલાક મામલામાં સરોગસીને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાયદા અનુસાર, માત્ર પરિણીત યુગલો જ સરોગસી હેઠળ બાળક કરી શકે છે. સરોગસી કાયદાના ઉલ્લંઘનના પ્રશ્નો પર નયનતારા અને વિગ્નેશ તરફથી અત્યાર સુધી કોઈ જવાબ સામે આવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે બંને સામેના આરોપો સાચા સાબિત થાય છે કે કેમ અને જો સાચા સાબિત થશે તો તેમની સામે કાયદા મુજબ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati