એ.આર. રહેમાન કરતાં વધુ ફી, શાહરુખના જવાનના મ્યુઝિક ડાયરેક્ટર કોણ છે જે લઈ રહ્યા છે 10 કરોડ
સાઉથ ઈન્ડસ્ટ્રીના મ્યુઝિક ડાયરેક્ટર અનિરુદ્ધ રવિચંદર બોલિવૂડ ફિલ્મ જવાનથી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ માટે તે ખૂબ જ તગડી ફી પણ લઈ રહ્યો છે. એટલી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પઠાણ બાદ હવે ફિલ્મ જવાન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. જવાનનો પ્રીવ્યુ થોડા સમય પહેલા રીલીઝ કરવામાં આવ્યો હતો, જેને ચાહકો તરફથી ઘણો સારો મળી રહ્યો છે. શાહરૂખ ખાન આ ફિલ્મ માટે કોઈ પણ પ્રકારની કમી રાખવા ઈચ્છતો નથી. એટલા માટે તેના સંગીત પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફિલ્મના સંગીત માટે અનિરુદ્ધ રવિચંદરને પસંદ કરવામાં આવ્યો છે, જે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ માટે તે ખૂબ જ તગડી ફી પણ લઈ રહ્યો છે.
આ પણ વાંચો : રેમો ડિસોઝા લાવી રહ્યા છે પહેલો હિપ હોપ ડાન્સ શો, Amazon Mini TV એ પ્રોમો કર્યો રિલીઝ
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અનિરુદ્ધ રવિચંદર એક મોટું નામ
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અનિરુદ્ધ રવિચંદર એક મોટું નામ છે અને તેમણે રજનીકાંતથી લઈ કમલ હાસન જેવા સ્ટાર સુધી ફિલ્મો માટે મ્યુઝિક આપ્યું છે.હવે તે શાહરુખ ખાનની ફિલ્મ જવાન થી પોતાનું ડેબ્યુ કરી રહ્યો છે. આ માટે તેમણે જેટલા રુપિયા મળ્યા તે કદાચ કોઈ ભારતીય મ્યુઝિક ડાયરેક્ટરને કોઈ એક ફિલ્મ માટે આટલા રુપિયા મળ્યા હોય. રિપોર્ટનું માનીએ તો અનિરુદ્ધએ જવાન ફિલ્મમાં એટલી ફી લીધી છે કે, તેને ઓસ્કર વિનિંગ મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાનને પણ પાછળ છોડી દીધો છે.
એ આર રહેમાનની વાત કરીએ તો એક ફિલ્મ માટે અંદાજે 8 કરોડ રુપિયા ચાર્જ લે છે. તે કોઈ મ્યુઝિક ડાયરેક્ટર માટે એક તગડી રકમ છે પરંતુ શાહરુખ ખાનની આ મોટી ફિલ્મ માટે અનિરુદ્ધને 10 કરોડ આપવામાં આવી રહ્યા છે પરંતુ આ વાતની હજી ઓફિશિયલ જાહેરાત થઈ નથી. જવાન ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે સાઉથ અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે.
કોણ છે અનિરુદ્ધ રવિચંદર?
અનિરુદ્ધ રવિચંદરની વાત કરીએ તો તે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે અને સાઉથમાં તેની સારી પકડ છે. તે હજુ 32 વર્ષનો છે પરંતુ આટલી નાની ઉંમરમાં તે મોટી સફળતા મેળવી ચૂક્યો છે. તે ડોન, મારી ડોક્ટર, માસ્ટર, વિક્રમ અને બીસ્ટ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યો છે. આ સિવાય તેના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે શાહરુખની જવાન સિવાય રજનીકાંત ની જેલર અને થાલાપતિ વિજયની લિયોમાં જોવા મળશે.