રેમો ડિસોઝા લાવી રહ્યા છે પહેલો હિપ હોપ ડાન્સ શો, Amazon Mini TV એ પ્રોમો કર્યો રિલીઝ
એમેઝોન મિની ટીવી દર્શકો માટે એક નવો ડાન્સ રિયાલિટી શો 'હિપ હોપ ઈન્ડિયા' લાવે છે. ચાહકો પણ આ ડાન્સ રિયાલિટી શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લોકપ્રિય કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને બોલિવૂડની સુંદર અભિનેત્રી ડાન્સર નોરા ફતેહી આ શોમાં પહેલીવાર જજ તરીકે જોવા મળશે.
રેમો ડિસોઝા ખાસ કરીને તેના ડાન્સ અને ડિરેક્શન માટે ઈન્ડસ્ટ્રીમાં જાણીતા છે. હવે ડાન્સર્સ ટૂંક સમયમાં ભારતના પ્રથમ હિપ હોપ ડાન્સ રિયાલિટી શો સાથે આવી રહ્યા છે. પ્રખ્યાત કોરિયોગ્રાફરે એમેઝોન મિની ટીવી સાથે હાથ મિલાવ્યા છે અને તે ટૂંક સમયમાં આ શો લઈને આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી ડાન્સર નોરા ફતેહી પણ આ શોમાં જજ તરીકે જોવા મળશે.
આ પણ વાંચો : Reality Show: ‘DID સુપર મોમ્સ’ માટે ભારતી સિંહે આપ્યું ધમાકેદાર ઓડિશન, રેમો ડિસોઝાએ કર્યું રિજેક્ટ
રેમો ડિસોઝા અને નોરા ફતેહી જેવા પ્રતિભાશાળી ડાન્સરને સ્ક્રીન પર એકસાથે જોવા માટે દર્શકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેઓ દેશના સૌથી મોટા હિપ હોપ રિયાલિટી શોના વિજેતાને જોવા માટે પણ આતુર છે. આ જબરદસ્ત ડાન્સ આધારિત રિયાલિટી શો એમેઝોન મિની ટીવી પર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દર્શકોના ઉત્ત્સાહને વધારવા માટે નિર્માતાઓએ એમેઝોન મિની ટીવી પર એક પ્રોમો પણ રિલીઝ કર્યો છે.
View this post on Instagram
(Credit Source : Amazon Mini TV)
રેમો ડિસોઝાની સાથે નોરા ફતેહી પણ જજ તરીકે
આ શો વિશે વાત કરતા, Amazon Mini TVના કન્ટેન્ટ હેડ અમોઘ દુસાદે કહ્યું, “હિપ હોપ ડાન્સ સ્ટાઈલ જાણનારી વ્યક્તિની એક્ટિંગ અને ક્ષમતા અદ્ભુત છે. આ શો દ્વારા અમે દેશભરના પ્રતિભાશાળી ડાન્સરોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ. આ સ્પર્ધામાં રેમો ડિસોઝાની સાથે નોરા ફતેહી પણ જજ તરીકે શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. આ શો આગળ જતાં ખૂબ જ રસપ્રદ બનવાનો છે.
નોરાને ગમે છે હિપ હોપ સ્ટાઈલ
‘હિપ હોપ ઈન્ડિયા’નું પ્રીમિયર ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. નોરા ફતેહી પોતે પણ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, મને ડાન્સ ખૂબ જ ગમે છે. પછી હિપ હોપ મારા તમામ ડાન્સ ફોર્મમાંથી સૌથી પ્રિય છે. હું પોતે પણ આ દમદાર ડાન્સિંગ સ્ટાઈલને ખૂબ એન્જોય કરું છું. હું આ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ ડાન્સ રિયાલિટી શો છે અને શો પહેલા અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ,
રેમો ડિસોઝાએ કહી આ વાત
શો વિશે વાત કરતા રેમો ડિસોઝાએ કહ્યું, “જેમ-જેમ હિપ હોપ ઈન્ડિયાના પ્રીમિયરની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ મારી ઉત્ત્સાહનું સ્તર પણ વધી રહ્યું છે. હું આ શોને દર્શકો સામે રજૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી. હું ખુશ છું કે આ શોને કારણે હિપ હોપ ડાન્સર્સને એક પ્લેટફોર્મ મળશે અને તેમના માટે સફળતાનો માર્ગ શોધવામાં સરળતા રહેશે. ભારતમાં પણ ડાન્સિંગ ટેલેન્ટની કોઈ કમી નથી. અમે આવી પ્રતિભા શોધવાનો પ્રયત્ન કરીશું. આ જ કારણ છે કે હું 21મી જુલાઈથી એમેઝોન મિની ટીવી પર આ ડાન્સ શો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.