Mehsana: અમેરિકા જવાની લ્હાયમાં વધુ એક યુવક સંપર્ક વિહોણો, 3 શખ્સો સામે ફરિયાદ, જુઓ Video
અમેરિકા જવાની લ્હાયમાં વધુ એક યુવક સંપર્ક વિહોણો બન્યો છે. જેને લઈ દિવ્યેશ પટેલ, મહેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. 3 શખ્શોએ 75 લાખમાં સોદો નક્કી કરીને 10 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
Mehsana: અમેરિકા જવાની ઘેલછામાં સાબરકાંઠાના પ્રાંતિજ જેવી ઘટના મહેસાણામાં પણ સામે આવી છે. જે રીતે પ્રાંતિજના વાઘપુરનો યુવક લાપતા થયો છે. તેવી જ રીતે મહેસાણાનો સુધીર પટેલ નામનો યુવક ગુમ થયો છે. મહેસાણાના હેડુવા નજીક હરિહર હોટલ ચલાવતા સુધીર સાથે છેતરપિંડી થઈ છે. 3 શખ્સોએ 75 લાખમાં સોદો નક્કી કરીને રૂપિયા 10 લાખ એડવાન્સમાં પડાવી લીધા. ત્યારબાદ સુધીરને અમેરિકા માટે રવાના તો કરાયો. પણ તે અમેરિકા પહોંચ્યો જ નથી.
આ પણ વાંચો : USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી
સુધીરને મુંબઈથી નેધરલેન્ડના એમસ્ટરડમ અને બાદમાં ડોમિનિકા લઈ જવાયો હતો અને ત્યાંથી સુધીરને અમેરિકા ન મોકલીને છેતરપિંડી કરાઈ છે. હાલ સુધીનો કોઈ અતો-પતો નથી. જેને લઈ સુધીર પટેલના ભાઈ સુનિલે આરોપી દિવ્યેશ પટેલ, મહેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. બંને કેસમાં દિવ્યેશ પટેલ અને મહેન્દ્ર પટેલ નામના એજન્ટોની સંડોવણી ખુલી છે. જેમાં દિવ્યેશ પટેલ પકડાઈ ચૂક્યો છે અને મહેન્દ્ર પટેલ હજુ ફરાર છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો