AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive: ગદર 2ના વિલને 12 વર્ષથી માથા પર એક વાળ ઉગવા દીધો નથી, એક કોલ પાછળ છે સમગ્ર સ્ટોરી

ગદર 2 (Gadar 2)માં મનીષ વાધવા મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે પાકિસ્તાની જનરલનો રોલ કર્યો હતો. તેનું પાત્ર ફિલ્મનું મુખ્ય વિલનનું પાત્ર છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 12 વર્ષથી તે દરેક પાત્રમાં 'બાલ્ડ' જોવા મળે છે, જેના વિશે તેણે એક ફની કિસ્સો શેર કર્યો છે.

Exclusive:  ગદર 2ના વિલને 12 વર્ષથી માથા પર એક વાળ ઉગવા દીધો નથી, એક કોલ પાછળ છે સમગ્ર સ્ટોરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 3:01 PM
Share

ફેમસ એક્ટર મનીષ વાધવા સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2)માં નેગેટિવ રોલમાં જોવા મળે છે. માત્ર ગદર જ નહીં, મનીષ શાહરૂખ ખાનની પઠાણમાં પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. મનીષ વાધવાએ પોતાની સફર વિશે TV9 હિન્દી ડિજિટલ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં માથા પર વાળ ન હોવાનું ફની કારણ જણાવ્યું છે.

આ પણ વાંચો : Sridevi Family Tree : શ્રીદેવી લગ્ન પહેલા જ બની હતી મા, દિકરી જાહન્વી બોલ્ડનેસ મામલે માતાને આપી ચૂકી છે ટક્કર જાણો અભિનેત્રીના પરિવાર વિશે

તેણે કહ્યું કે મારા જીવનમાં સૌથી મોટો બદલાવ ‘ચાણક્ય’ પછી જ આવ્યો છે. જો કે, મારી એક ‘હા’ને કારણે મને 12 વર્ષથી મારા વાળ રાખવાની તક મળી નથી. હું તેને લાઈફ ચેન્જર કહું છું. આજથી લગભગ એક દાયકા પહેલા, 22 ડિસેમ્બર 2010, બરોડામાં મારો કૉલનો સમય બપોરે 2 વાગ્યાનો હતો,

“પ્રોડક્શને મને કહ્યું કે મારે વાળ કાપવા પડશે, પરંતુ હું મૂંઝવણમાં હતો કે મારે મારા વાળ કાપવા જોઈએ કે નહીં. મારા માટે મારા વાળ મારી યુએસપી હતી. સ્ટ્રેટ વાળ મને જ નહીં બધાને ગમ્યા. વાળની ​​ચિંતા સાથે, મારા મનમાં બીજો પ્રશ્ન હતો કે ડૉ. ચંદ્રપ્રકાશ જીએ ચાણક્યનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને તેમના પછી બનેલી તમામ રિમેક ફ્લોપ થઈ ગઈ છે.

મનીષ વાળને લઈને મૂંઝવણમાં હતો

આગળ મનીષ વાધવાએ કહ્યું- “હું વિચારી રહ્યો હતો કે હું ચાણક્ય કરી રહ્યો છું, મારે મારા વાળ પણ કાપવા પડશે અને મને ખબર નથી કે લોકો મને સ્વીકારશે કે નહીં. પાત્ર ખૂબ સારું હતું કારણ કે મને આનાથી મોટું પાત્ર મળી શકે તેમ નથી. મારી પાસે 2 વાગ્યાનો કોલ ટાઈમ હતો અને મેં 12 વાગ્યા સુધી મે વાળ કપાવ્યા ન હતા. હું વિચારતો હતો કે કોઈ બહાનું કાઢીને, ઘરમાં કોઈ બીમાર છે એમ કહીને કે પ્રોડકશનને કહ્યા વગર મારે ત્યાંથી નીકળી જવું જોઈએ.

જૂની યાદ તાજી કરતા મનીષે કહ્યું કે જ્યારે હું 12 વાગે સેટ પર ગયો તો કેટલાક લોકો મને જોઈને ગુસ્સે થઈ ગયા. તેણે મને પૂછ્યું કે કોલનો સમય 2 વાગ્યાનો છે અને તે અત્યાર સુધી મારા વાળ કેમ નથી કાપ્યા? તેમની વાત સાંભળીને મેં હિંમત દાખવી અને વાળ કપાવ્યા હતા. મને લાગ્યું કે મારી પોતાની ખેતી છે, વાળ ફરી આવશે અને ચાણક્યનું પાત્ર ફરી નહિ મળે. આ વાતને 12 વર્ષ થઈ ગયા, પરંતુ લોકોએ મને હજી પણ મારા વાળ રાખવા દીધા નહીં, પરંતુ ચાણક્ય સિરિયલથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">