AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘લાઈગર’નું નવું ગીત ‘વાટ લગા દેંગે’ આ દિવસે થશે રિલીઝ, વિજય દેવરકોંડાએ રામ્યા કૃષ્ણન સાથેની તસવીર શેર કરી આપી જાણકારી

વિજય દેવરકોંડાએ (Vijay Deverakonda) 'લાઈગર' ફિલ્મનું અપકમિંગ ગીત 'વાટ લગા દેંગે'ના રિલીઝ વિશે જાણકારી આપતા તેના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર શેર કરી છે, જેમાં વિજય દેવરાકોંડા અને રામ્યા કૃષ્ણન સમુદ્ર કિનારે બેઠેલા જોવા મળે છે.

'લાઈગર'નું નવું ગીત 'વાટ લગા દેંગે' આ દિવસે થશે રિલીઝ, વિજય દેવરકોંડાએ રામ્યા કૃષ્ણન સાથેની તસવીર શેર કરી આપી જાણકારી
Song-Waat-Laga-Denge-From-Liger Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 5:28 PM
Share

વિજય દેવરકોંડાની (Vijay Deverakonda) અપકમિંગ ફિલ્મ ‘લાઈગર’ (Liger) ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને વિજય દેવરકોંડા પણ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મનું એક ગીત ‘અકડી પકડી’ રિલીઝ થયું હતું જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી અને હવે ફિલ્મનું એક બીજું ગીત ‘વાટ લગા દેંગે’ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. આ ગીતના રિલીઝ પહેલા વિજય દેવરકોંડાએ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને ગીતની રિલીઝ ડેટ વિશે ખુલાસો કર્યો છે.

આ દિવસે રિલીઝ થશે નવું ગીત ‘વાટ લગા દેંગે’

વિજય દેવરકોંડાએ ‘લાઈગર’ ફિલ્મના અપકમિંગ ગીત ‘વાટ લગા દેંગે’ના રિલીઝ વિશે જાણકારી આપતા તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર શેર કરી છે, જેમાં વિજય દેવરકોંડા અને રામ્યા કૃષ્ણન સમુદ્ર કિનારે બેઠેલા જોવા મળે છે. બંને બીકેસી પાસે બેઠા સમુદ્ર તરફ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન એક્ટર વિજય દેવરકોંડાની માતાની ભૂમિકા ભજવી રહી છે. આ પોસ્ટર પર ગીતનું નામ ‘વાટ લગા દેંગે’ અને રિલીઝ ડેટ 29 જુલાઈની જાહેર કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ગીત 29 જુલાઈના રોજ સવારે 9 વાગ્યે રિલીઝ થશે.

આ પણ વાંચો

25 ઓગસ્ટે રિલીઝ થશે આ ફિલ્મ

લાઈગર એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેને પુરી જગન્નાથે લખી છે અને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ કરણ જોહર અને પુરી કનેક્ટ્સ દ્વારા પ્રોડ્યુયસ કરવામાં આવી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

વિજય દેવરકોંડાની બોલિવૂડની ડેબ્યુ ફિલ્મ છે ‘લાઈગર’

આ ફિલ્મની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિજય દેવરકોંડા પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તે આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મના પહેલા ગીત ‘અકડ પકડી’એ લોકોને ખૂબ જ એટ્રેક્ટ કર્યુ હતું અને હવે જોવાનું એ રહેશે કે અપકમિંગ ગીત ‘વાટ લગા દેંગે’ લોકો પર અસર કરી શકે છે કે નહીં.

ફાઈટરના રોલમાં જોવા મળશે વિજય દેવરકોંડા

વિજય દેવરકોંડાએ આ ફિલ્મમાં એમએમએ ફાઈટરના રોલમાં છે. આ ફિલ્મમાં તેની અપોઝિટ અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર લાગી રહી છે. આ ફિલ્મમાં બંને સિવાય રામ્યા કૃષ્ણન, રોનિત રોય, મકરંદ દેશપાંડે અને માઇક ટાયસન પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મથી ફેમસ બોક્સર માઈક ટાયસન પણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. હાલમાં જ ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોએ માઈક ટાયસનનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો.

ઘણી ફિલ્મો સામેલ છે વિજયની બકેટ લિસ્ટમાં

બોલિવૂડ ન્યૂઝ મુજબ આ ફિલ્મ સિવાય વિજય દેવરકોંડા સામંથા રૂથ પ્રભુ સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘ખુશી’માં જોવા મળશે. આ ફિલ્મ 23 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ સિવાય વિજય પાસે પુરી જગન્નાથની બીજી ફિલ્મ ‘જના’ પણ છે. અને તેની કીટીમાં ‘જન ગણ મન’ એટલે કે જેજીએમ પણ છે. આ ફિલ્મમાં તેની અપોઝિટ પૂજા હેગડે પણ જોવા મળશે. વિજય અને પૂજા પહેલીવાર એકબીજા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">