AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યારેક મુંબઈમાં ભૂખ્યા સૂવું પડ્યું, આજે તે કરોડોની છે માલકિન, જાણો હુમા કુરેશીની નેટવર્થ

હુમા કુરેશીએ (Huma Qureshi) સખત મહેનતના બળ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એક સમયે એક હજાર રૂપિયા લઈને દિલ્હીથી મુંબઈની સફર કરનાર હુમા કુરેશી આજે કરોડો રૂપિયાની માલિકન છે.

ક્યારેક મુંબઈમાં ભૂખ્યા સૂવું પડ્યું, આજે તે કરોડોની છે માલકિન, જાણો હુમા કુરેશીની નેટવર્થ
Huma-QureshiImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 12:52 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) હુમા કુરેશી (Huma Qureshi) આજે તેનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્હીમાં થયો હતો. હુમા કુરેશીના પિતા સલીમ કુરેશી જાણીતા બિઝનેસમેન છે. તેણે દિલ્હીની ફેમસ ગાર્ગી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કોલેજ પૂરી કર્યા પછી તેને એક્ટિંગમાં રસ પડ્યો અને થિયેટર જોઈન કરી લીધું. એવું કહેવામાં આવે છે કે હુમા કુરેશી એક હજાર રૂપિયા લઈને મુંબઈ આવી હતી. પરંતુ આજે તે પોતાની શાનદાર એક્ટિંગના દમ પર કરોડોની માલકિન છે. આજે આ રિપોર્ટ દ્વારા તેની નેટવર્થ વિશે જાણો.

આટલા કરોડોની માલિક છે હુમા કુરેશી

હુમાએ સખત મહેનતના બળ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એક સમયે એક હજાર રૂપિયા લઈને દિલ્હીથી મુંબઈની સફર કરનાર હુમા કુરેશી આજે કરોડો રૂપિયાની માલિકન છે. fimlydivas.comના રિપોર્ટ મુજબ એક્ટ્રેસ હુમા કુરેશીની નેટ વર્થ 22.45 કરોડ રૂપિયા છે. હુમા કુરેશી આજે જ્યાં પણ છે, તેણે આ માટે ઘણો સમય સંઘર્ષ કર્યો છે. આજે આ બોલિવૂડ એક્ટ્રેસ ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે.

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Huma S Qureshi (@iamhumaq)

ગાડીઓની શોખિન છે હુમા કુરેશી

બોલિવૂડની આ એક્ટ્રેસને ગાડીઓનો ખૂબ જ શોખ છે. હુમા કુરેશી પાસે એસયુવી લેન્ડ રોવર ફ્રીલેન્ડર અને મર્સિડીઝ બેન્ઝ જેવી ઘણી કાર છે. તેની ફિલ્મની ફીની વાત કરીએ તો હુમા એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ રૂપિયા લે છે. તેની કમાણીનું માધ્યમ ફિલ્મો સિવાય જાહેરાત અને મોડલિંગ પણ છે. તેના પિતા સલીમ કુરેશીની દિલ્હીમાં સલીમ નામની 10 રેસ્ટોરન્ટ ચેન છે.

આ રીતે બદલાયું હુમાની કિસ્મત

હુમા કુરેશીને મુંબઈ પહોંચ્યા બાદ ભૂખ્યા પણ રહેવું પડ્યું હતું. પરંતુ તે મુશ્કેલીઓથી ડરી ન હતી. હુમાના બંધ કિસ્મતનું તાળું ત્યારે ખુલ્યું જ્યારે તેને સેમસંગની એડ મળી. આ જાહેરાતથી બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે તેને જોઈ હતી. જે બાદ તેણે વર્ષ 2012માં ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી હુમાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી હુમા કુરેશી હિટ સાબિત થઈ હતી. પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલા એક્ટ્રેસ હુમા કુરેશીએ શાહરૂખ ખાન સાથે એક પેઇન્ટ કંપનીમાં એડ પણ કરી હતી.

હુમા કુરેશીએ બોલિવૂડમાં ગેંગ્સ ઓફ વાસેપુર 2, ડી-ડે, બદલાપુર, દેઢ ઈશ્કિયા, હાઈવે, જોલી એલએલબી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં તેની વેબ સિરીઝ મહારાણી 2 આવી રહી છે.

Follow Us
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
g clip-path="url(#clip0_868_265)">