AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff and Disha Patani Break-up: દિશા પટનીએ ટાઈગર શ્રોફ સાથે કર્યું બ્રેકઅપ? 6 વર્ષની ડેટિંગ પછી રિલેશનશિપનો અંત!

બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક દિશા પટની (Disha Patani) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઈ ગયા છે. તેમના બ્રેકઅપની અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Tiger Shroff and Disha Patani Break-up: દિશા પટનીએ ટાઈગર શ્રોફ સાથે કર્યું બ્રેકઅપ? 6 વર્ષની ડેટિંગ પછી રિલેશનશિપનો અંત!
tiger shroff and disha pataniImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 6:31 PM
Share

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સના અફેરના સમાચાર વાયરલ થતા રહે છે. આમાંના ઘણા સ્ટાર્સના સંબંધો લગ્ન સુધી પહોંચી જાય છે, જ્યારે ઘણા કપલ્સના બ્રેકઅપ થઈ જાય છે. હવે જાણકારી આવી રહી છે કે ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani) લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઈ ગયા છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ તેમના અલગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ઘણા સમયથી એવા રિપોર્ટ હતા કે ટાઈગર અને દિશા વચ્ચે બધુ બરાબર નથી અને હવે બંનેએ રિલેશનશિપમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

ટાઈગર-દિશા સાથે નથી

ટાઈગર શ્રોફ અને દિશા પટની બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે દિશા અને ટાઈગર એક કપલ તરીકે સાથે જોવા નહીં મળે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ટાઈગર અને દિશાના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પરંતુ આ કપલે ક્યારેય આ વાત જાણવા દીધી નથી. દિશા અને ટાઈગરે શા માટે અલગ થવાનું નક્કી કર્યું તેનું સાચું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે બંને સ્ટાર્સ હવે સિંગલ લાઈફ જીવી રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન ટાઈગરના એક મિત્રએ કપલના બ્રેકઅપના સમાચારને સાચા ગણાવ્યા છે. ટાઈગરના મિત્રનું કહેવું છે કે બ્રેકઅપથી ટાઈગરને તેના કામમાં કોઈ ફરક પડવા ન દીધો. તે પહેલાની જેમ જ પોતાના કામ પ્રત્યે ફોકસ્ડ જોવા મળે છે. ટાઈગર આ દિવસોમાં લંડનમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં બિઝી છે.

ટાઈગર શ્રોફના મિત્રએ કર્યો ખુલાસો

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાઈગર અને દિશાના બ્રેકઅપના સમાચાર ટાઈગર શ્રોફના મિત્રએ કન્ફર્મ કર્યા છે. એક્ટરના મિત્રએ વધુમાં જણાવ્યું કે ટાઇગર હાલમાં તેના કામ પર ધ્યાન આપી રહ્યો છે. પરંતુ ટાઈગર અને દિશાએ બ્રેકઅપના સમાચાર પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. બ્રેકઅપના સમાચાર પહેલા ટાઈગર શ્રોફ અને દિશા ઘણીવાર સાથે હેંગઆઉટ કરતા જોવા મળતા હતા.

આ પણ વાંચો

જો દિશા પટણીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જ્હોન અબ્રાહમ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય તારા સુતારિયા અને અર્જુન કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે. તેમની ફિલ્મ 29 જુલાઈ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. જો આપણે ટાઈગર શ્રોફના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે આ વર્ષના અંતમાં રિલીઝ થનારી ફિલ્મ ગણપત પાર્ટ વનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક્ટ્રેસ કૃતિ સેનન સાથે એક્શન કરતો જોવા મળશે. ફિલ્મ ગણપત પાર્ટ વન આ વર્ષે ક્રિસમસના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. આ પછી તે અક્ષય કુમાર સાથે બડે મિયાં છોટે મિયાંની તૈયારી શરૂ કરશે. મેકર્સ આ ફિલ્મને મોટા પાયે બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">