AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Filmfare Awards 2025માં લાપતા લેડિઝને 1, 2 નહી પરંતુ 13 કેટેગરીમાં મળ્યા એવોર્ડ

ફિલ્મફેર એવોર્ડ્સ 2025 ગુજરાતના અમદાવાદમાં શાહરૂખ ખાન, મનીષ પોલ અને કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. વિજેતાઓના લિસ્ટમાં " લાપતા લેડિઝ"નો જલવો જોવા મળ્યો હતો.

Filmfare Awards 2025માં લાપતા લેડિઝને 1, 2 નહી પરંતુ 13 કેટેગરીમાં મળ્યા એવોર્ડ
| Updated on: Oct 12, 2025 | 9:46 AM
Share

ફિલ્મફેર એવોર્ડ્સ 2025 11 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં યોજાયો હતો. શાહરૂખ ખાને 17 વર્ષ પછી એવોર્ડ શોનું આયોજન કર્યું હતું. તેમની સાથે કરણ જોહર અને મનીષ પોલ પણ જોડાયા હતા. અક્ષય કુમાર, અનન્યા પાંડે અને કરણ જોહરએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હુમા કુરેશી, કૃતિ સેનન અને સાન્યા મલ્હોત્રા જેવી અભિનેત્રીઓએ તેમના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિજેતાઓની લિસ્ટમાં અનેક ફિલ્મોનું પ્રભુત્વ રહ્યું, જેમાં કિરણ રાવની “લાપતા લેડીઝ” નો ખુબ જાદુ જોવા મળ્યો હતો. આ ફિલ્મે ફક્ત એક, બે કે ત્રણ કેટેગરીમાં જ નહીં, પરંતુ 10 કેટેગરીઓમાં એવોર્ડ જીત્યા હતા. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા છે.

ફિલ્મ ચાહકોએ ખુબ પસંદ કરી

કિરણ રાવની ફિલ્મ લાપતા લેડિઝે ફિલ્મફેર એવોર્ડ 2005માં 21 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતુ. આ નાના બજેટની ફિલ્મને નેટફ્લિકસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝ થયાના થોડા જ મહિનામાં ટ્રેડિંગ લિસ્ટમાં સામેલ થઈ હતી. ફિલ્મને ચાહકો તરફથી ખુબ પસંદ કરવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે, આ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર ન હતી. ફિલ્મ ચાહકોએ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ મોટા બજેટની પણ ન હતી. હવે આ જલવો ફિલ્મફેર એવોર્ડમાં પણ જોવા મળ્યો હતો. વિજેતાના લિસ્ટમાં રવિ કિશન, નિતાંશી ગોયલ જેવા સ્ટારના નામ સામેલ છે. જેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લાપતા લેડિઝને આ કેટેગરીમાં એવોર્ડ મળ્યા

  • બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા-રવિ કિશન
  • બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી- છાયા કદમ
  • બેસ્ટ ડાયલોગ-સ્નેહા દેસાઈ
  • બેસ્ટ મ્યુઝિક આલ્બમ- રામ સંપત
  • બેસ્ટ લિરિક્સ-પ્રશાંત પાંડે
  • બેસ્ટ પ્લેબેક સિંગર પુરુષ-અરજીત સિંહ
  • બેસ્ટ ડેબ્યુ મહિલા- નિતાંશી ગોયલ
  • બેસ્ટ બ્રેકગ્રાઉન્ડ સ્કોર-રામ સંપત
  • બેસ્ટ કોસ્ચ્યુમ-દર્શન જાલન
  • બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સ-પ્રતિભા રાંટા
  • બેસ્ટ ડાયરેક્ટર-કિરણ રાવ
  • બેસ્ટ ફિલ્મ-લાપતા લેડિઝ

અહી જોઈ શકો છો ફિલ્મ

લાપતા લેડીઝ ફિલ્મ વર્ષ 1 માર્ચ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ પહેલા ફિલ્મની 48માં ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 8 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. રિલીઝ બાદ ફિલ્મને સમીક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. લાપતા લેડિઝ તમે નેટફ્લિક્સ  પણ જોઈ શકો છો.લાપતા લેડિઝના સ્ટારકાસ્ટની વાત કરીએ તો નિતાંશી ગોયલ,પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ જેવા સ્ટાર કલાકારો જોવા મળ્યા હતા.

કિરણ રાવની ફિલ્મે એક સાથે 9 IIFA Award જીત્યા, આવો છે પરિવાર અહી કલિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">