કેટરીના કૈફ-વિક્કી કૌશલની દિવાળીના દિવસે થઈ ગઈ છે સગાઈ? ‘એક થા ટાઈગર’ના દિગ્દર્શકે હોસ્ટ કરી હતી સેરેમની

ફેન્સ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif)ના લગ્નની રાહ જોઈ રહ્યા છે. તેમના લગ્નના સમાચાર હાલના દિવસોમાં ચર્ચાનો હિસ્સો બનેલ છે.

કેટરીના કૈફ-વિક્કી કૌશલની દિવાળીના દિવસે થઈ ગઈ છે સગાઈ? 'એક થા ટાઈગર'ના દિગ્દર્શકે હોસ્ટ કરી હતી સેરેમની
Vicky Kaushal - Katrina Kaif

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) આજકાલ હેડલાઈન્સનો હિસ્સો છે. તેમના લગ્નના સમાચાર સતત આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો વિક્કી અને કેટરીના ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે બંનેના સગાઈના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર દિવાળીના અવસર પર બંનેની સગાઈ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ વિક્કી કૌશલ અને કેટરીના કૈફની સગાઈ એક થા ટાઈગરના ડાયરેક્ટર કબીર ખાનના ઘરે થઈ છે. કેટરીનાએ કબીર સાથે એક થા ટાઈગર સિવાય ન્યૂયોર્કમાં પણ કામ કર્યું છે.

માત્ર પરિવાર સામેલ 

રિપોર્ટ્સ અનુસાર, સગાઈમાં માત્ર કેટરિના અને વિક્કીનો પરિવાર જ હાજર રહ્યો હતો. વિક્કીની તરફથી તેમના માતા-પિતા અને નાના ભાઈ સની કૌશલ હાજર રહ્યા હતા, ત્યારે કેટરિના તરફથી તેમની માતા અને નાની બહેન ઈસાબેલ આ સમારોહનો ભાગ બન્યા હતા.

દિવાળીના દિવસે થઈ સગાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના દિવસે મુહૂર્ત ખૂબ જ શુભ હતું, જેના કારણે તે દિવસ સગાઈનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સગાઈનું આયોજન કબીર ખાન અને તેમની પત્ની મીની માથુરે કર્યું હતું. સગાઈમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમણે લહેંગો પહેર્યો હતો. ડેકોરેશનની વાત કરીએ તો મીની અને કબીરે ખૂબ જ સુંદર ડેકોરેશન કરાવ્યું હતું. જેમણે આ સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

રાજસ્થાનમાં થશે લગ્ન

અહેવાલો અનુસાર વિક્કી અને કેટરીના રાજસ્થાનના ફોર્ટ બરવારમાં શાહી રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. વિક્કી અને કેટરીના તાજેતરમાં આરતી શેટ્ટીની દિવાળી પાર્ટીનો ભાગ બન્યા હતા. બંને પોતપોતાની કારમાં પાર્ટીમાં આવ્યા હતા. આ સમયે વિક્કી અને કેટરીના બંનેએ લગ્નના સમાચાર પર મૌન સેવ્યું છે. થોડા સમય પહેલા બંનેની સગાઈનાં સમાચાર આવ્યા હતા, પરંતુ કેટરીનાએ આ અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો બંને પાસે અત્યારે ઘણું કામ છે. કેટરીનાની ફિલ્મ સૂર્યવંશી દિવાળી પર રિલીઝ થઈ છે. તે ટૂંક સમયમાં સલમાનની સાથે ટાઈગર 3 (Tiger 3)માં જોવા મળશે. તે જ સમયે, વિક્કીની ફિલ્મ ઉધમ સિંહ રિલીઝ થઈ ગઈ છે. જેમાં તેમના કામના ખૂબ વખાણ થયા છે.

આ પણ વાંચો :- બાર્બી બેબી બની Janhvi Kapoor, આ તસ્વીરોમાં અભિનેત્રીના સુંદર લુકને જોઈને ફેન્સ થયા દિવાના

આ પણ વાંચો :- કેટરિના કૈફના રિક્રિએટ ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર કંઈક એવી આવી રવિના ટંડનની પ્રતિક્રિયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati