કેટરિના કૈફના રિક્રિએટ ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર કંઈક એવી આવી રવિના ટંડનની પ્રતિક્રિયા

90ના દાયકામાં 'ટિપ ટિપ બરસા પાની'ના ઓરિજિનલ વર્ઝનમાં ડાન્સ કરીને દર્શકોને દિવાના બનાવનારી રવિના ટંડને ખુલીને કંઈ કહ્યું નથી પરંતુ તેમણે એવી 2 ટ્વિટ લાઈક કરી છે, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

કેટરિના કૈફના રિક્રિએટ ગીત 'ટિપ ટિપ બરસા પાની' પર કંઈક એવી આવી રવિના ટંડનની પ્રતિક્રિયા
Raveena Tandon, Akshay Kumar, Katrina Kaif
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 6:26 PM

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલા તેની રીલિઝના સમાચાર હતા, બાદમાં જ્યારે ત્રણેય સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે આવ્યા અને ફિલ્મ થિયેટરોમાં હિટ થઈ ત્યારે હેડલાઈન્સ બની. કેટરીનાના નવા ડાન્સ નંબરની ચર્ચાઓ જોર શોરથી શરૂ થઈ ગઈ છે. કેટરિનાના આ નવા ડાન્સ નંબર પર ફેમસ એક્ટ્રેસ રવિના ટંડનની ચુપકીદી સામે આવી છે.

મૂળ ગીતના વખાણ કરતી બે ટ્વીટ લાઈક કરી

90ના દાયકામાં ‘ટિપ ટીપ બરસા પાની’ના ઓરિજિનલ વર્ઝનમાં ડાન્સ કરીને દર્શકોને દિવાના બનાવનાર રવિના ટંડને ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી પરંતુ તેમણે આવી 2 ટ્વીટ લાઈક કરી છે જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બંને ટ્વિટમાં ઓરિજિનલ વર્ઝન સાથેના ગીત ‘ટિપ ટીપ બરસા પાની’ના વખાણ કરવામાં આવ્યા છે. આ ગીત રિલીઝ થયા બાદથી જ દર્શકોના બે વિભાગ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. તેમાં રવિનાએ 2 ટ્વિટ લાઈક કરી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પહેલા ટ્વિટમાં લખ્યું હતું કે અસલ ટીપ ટિપ બરસા પાની ની વાત કંઈક અલગ છે, તે પણ 90ના દાયકાની શરૂઆતમાં. અન્ય એક યુઝરે લખ્યું, આ ખરેખર ક્યૂટ વર્ઝન છે પરંતુ જૂનાની સુંદરતા બીજા સ્તર પર છે. અન્ય એક પ્રશંસકે લખ્યું, તે સારું છે.. પરંતુ રવિના ટંડન સાથે કોઈ મેચ કરી શકતું નથી.. જ્યારે પણ હું આ ગીત સાંભળું છું, ત્યારે તેઓ સૌથી પહેલા મનમાં આવે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, કેટરિના સારી છે પરંતુ રવિના બહેતરીન. તેમાંથી કેટલીક ટ્વિટ રવિનાએ લાઈક કરી છે.

આ હિટ ગીત મોહરા ફિલ્મમાં હતું

તમને જણાવી દઈએ કે,રવિના ટંડન અને અક્ષય કુમાર 1994માં આવેલી ફિલ્મ મોહરામાં ‘ટિપ ટિપ બરસા’ ગીતમાં જોવા મળ્યા હતા. આ ગીત આજે પણ ઘણું સાંભળવા મળે છે. હવે આ ગીતને સૂર્યવંશી ફિલ્મમાં રિક્રિએટ કરવામાં આવ્યું છે. તેમાં અક્ષય કુમાર છે પરંતુ તેમની સાથે કેટરિના કૈફ જોવા મળી છે. તેને તનિષ્ક બાગચી દ્વારા રિમિક્સ કરવામાં આવ્યું છે અને અવાજ મૂળ ગાયકોનો છે. તેના મૂળ ગાયકો ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક છે.

આ પણ વાંચો :- અક્ષયની સૂર્યવંશી હિટ થતાં જ મુંબઈના થિયેટરો ઉભરાઈ ગયા, રાત્રે આટલા વાગ્યાનો રાખવો પડ્યો શો

આ પણ વાંચો :- દિવાળી પાર્ટીમાં Hrithik Roshan એ માતા સાથે કર્યોં ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">