AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાહ્નવી કપૂર બની ‘નાગિન’, માતા શ્રીદેવીના આઈકોનિક લુકને કર્યો રીક્રિએટ

દર વર્ષે 31 ઓક્ટોબરે વિશ્વભરમાં હેલોવીન ઉજવવામાં આવે છે, જેમાં બોલિવૂડની હસ્તીઓ પણ અવારનવાર સામેલ થતી હોય છે. શનિવારે સાંજે, જ્હાન્વી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી

જાહ્નવી કપૂર બની 'નાગિન', માતા શ્રીદેવીના આઈકોનિક લુકને કર્યો રીક્રિએટ
Janhvi Kapoor
| Updated on: Nov 01, 2026 | 12:12 PM
Share

ઘણીવાર કહેવામાં આવે છે કે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરનો ચહેરો તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી સાથે ખૂબ જ મળતો આવે છે. હવે, જાહ્નવીએ તેની માતાના પ્રખ્યાત ‘નાગિન’ લુકને રી-ક્રિએટ અપનાવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હેલોવીન (Halloween) પાર્ટીમાં, જાહ્નવીએ તેની માતા તેમજ દિગ્ગજ કલાકારો ઋષિ કપૂર અને અમરીશ પુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમની ફિલ્મ ‘નાગિન’ના દ્રશ્યોને તસવીરો દ્વારા ફરીથી જીવંત કર્યા છે.

જાહ્નવી  કપૂરે શ્રીદેવીના ‘નાગિન’ લુકને રી-ક્રિએટ કર્યો

દર વર્ષે 31 ઓક્ટોબરે વિશ્વભરમાં હેલોવીન ઉજવવામાં આવે છે, જેમાં બોલિવૂડની હસ્તીઓ પણ અવારનવાર સામેલ થતી હોય છે. શનિવારે સાંજે, જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી. કેટલીક તસવીરોમાં તેની માતા શ્રીદેવીની ફિલ્મ ‘નાગિન’ના પોસ્ટર અને દ્રશ્યો જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરોમાં જાહ્નવી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ‘ઓરી’ (Orry) સાથે તે જ ક્ષણોને ફરીથી ભજવતી જોવા મળે છે.

AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી તૈયાર કરવામાં આવેલી આ તસવીરોમાં જ્હાન્વી કપૂર બિલકુલ શ્રીદેવી જેવી જ દેખાય છે. ફિલ્મમાં શ્રીદેવીએ ‘નાગિન’ની ભૂમિકા ભજવી હતી, અને જાહ્નવીએ તે જ લુક ધારણ કર્યો છે; તેની તીક્ષ્ણ અને ગંભીર આંખો એક રોમાંચક અને નાટકીય વાતાવરણ ઊભું કરે છે. તેણે પોતાની માતાની જેમ જ પોઝ પણ આપ્યા છે.

શ્રીદેવી, ઋષિ કપૂર અને અમરીશ પુરીને શ્રદ્ધાંજલિ

ફિલ્મ ‘નાગિન’ના મુખ્ય કલાકારો શ્રીદેવી, ઋષિ કપૂર અને અમરીશ પુરી હવે આપણી વચ્ચે નથી. જ્હાન્વીએ આ ત્રણેય દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, “હેપ્પી હેલોવીન. સિનેમાના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાંની એકને ફરીથી જીવંત કરી રહી છું.” તેણે વધુમાં લખ્યું, “આજના સમયમાં, હેલોવીન મુખ્યત્વે લોકપ્રિય પોપ-કલ્ચર પાત્રો અથવા વ્યક્તિના પોતાના મનપસંદ પાત્રોનો વેશ ધારણ કરવા વિશે છે જેમાંના કેટલાક મજેદાર હોય છે, તો કેટલાક ડરામણા. આ કોઈને શ્રદ્ધાંજલિ આપવાનો એક માર્ગ પણ છે. અને ઋષિ અંકલ, અમરીશ સર અને મમ્મા કરતાં વધુ આઇકોનિક (પ્રતીકાત્મક) બીજું કોણ હોઈ શકે?”

જાહ્નવી કપૂરની પોસ્ટ પર કમેન્ટનો વરસાદ

ચાહકોએ જાહ્નવી કપૂરની પોસ્ટ પર કમેન્ટનો વરસાદ કરી દીધો, જ્યારે ખુશી કપૂર, ઓરી, શનાયા કપૂર અને અનન્યા પાંડે જેવી હસ્તીઓએ પણ કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

Bigg Boss 20માં સ્કાઉટ ઓપી પર ભડક્યો સલમાન ખાન, કહ્યું, “તારાથી હલકો કોઈ માણસ નથી!”, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા
Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા
ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ
ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">