AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાની બાળકીના ડાન્સથી પ્રભાવિત થયા Kartik Aryan, પોતે શેર કર્યો વીડિયો, તમે પણ જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યન (Kartik Aryan) ના લાખો ચાહકો છે, પરંતુ અભિનેતાએ હવે એક નાની છોકરીનો વીડિયો શેર કર્યો છે. જેની સાથે અભિનેતા પોતે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નાની બાળકીના ડાન્સથી પ્રભાવિત થયા Kartik Aryan, પોતે શેર કર્યો વીડિયો, તમે પણ જુઓ VIDEO
Kartik Aryan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:35 AM
Share

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aryan) આજકાલ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. જ્યાં યુવાનો તેમજ નાના બાળકોમાં અભિનેતા ખૂબ જ લોકપ્રિય છે. અભિનેતાની મજબૂત ફેન ફોલોઇંગ તેમને હંમેશા લોકોની નજીક રાખે છે. એટલું જ નહીં, અભિનેતા સતત તેમના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા છે, જ્યાં તેઓ સતત તેમના ઘણા બહેતરીન વીડિયો શેર કરે છે.

અભિનેતાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાની ફિલ્મના ગીત પર એક નાની છોકરીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ આ નાની છોકરી સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં અભિનેતા તેમની ફિલ્મનું ગીત ‘તેરા યાર હું મૈં’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતાના આ વીડિયોને તેના ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે. જ્યાં અભિનેતાના ચાહકો આ વીડિયો પર જબરદસ્ત કમેન્ટ કરી રહ્યા છે. જ્યારે ઘણા યુઝર્સે લખ્યું છે કે “કાર્તિક કે ઇસી સ્ટાઇલ કે હમ દિવાને હૈ” જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે “પ્યાર આજ કલ” ખરેખર અભિનેતાની આ શૈલી શાનદાર છે.

જુઓ કાર્તિક આર્યન અને તેમની નાની ફેનનો આ વીડિયો

તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન બોલીવુડના સૌથી લોકપ્રિય, વિશ્વસનીય અને મનપસંદ સ્ટાર તરીકે ઉભરી રહ્યા છે. અભિનેતા રામ માધવાનીની થ્રિલર ડ્રામા “ધમાકા”, અનીસ બઝમીની હોરર કોમેડી “ભૂલ ભુલૈયા 2” સહિત તેમની બહુમુખી પ્રતિભાનાં વિવિધ પાસાઓને ઉજાગર કરે તેવી અપેક્ષા કરી રહ્યા છે.

હંસલ મહેતાની કેપ્ટન ઈન્ડિયા, સાજીદ નાડિયાડવાલા અને નમ: પિક્ચર્સની ભવ્ય મ્યુઝિકલ લવ સ્ટોરી, સમીર વિદવાન્સ દ્વારા નિર્દેશિત અને એકતા કપૂરની ફ્રેડીની સાથે સાથે કેટલાક વધુ અઘોષિત પ્રોજેક્ટ્સ તેમની યાદીમાં છે. અભિનેતા સતત ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, જ્યાં તેમની કારકિર્દી આ સમયે ઝડપથી આગળ વધી રહી છે.

તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે અભિનેતાને કરણ જોહરની ફિલ્મ “દોસ્તાના 2” માંથી પડતો મુકવામાં આવ્યો છે. જે બાદ તેના અને કરણ વિશે ઘણા નવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ કાર્તિકે આમાંથી કોઈ પણ સમાચારનો જવાબ આપ્યો ન હતો.

કાર્તિક આર્યનને કરણ જોહરે ફિલ્મમાં વચ્ચેથી બહાર કરી દીધો હતો. જ્યાં પ્રોડક્શન હાઉસે કહ્યું હતું કે તે ભવિષ્યમાં કાર્તિક સાથે ક્યારેય કોઈ ફિલ્મ કરશે નહીં, પરંતુ કાર્તિકને તેનાથી કોઈ વાંધો નથી, તે સતત દમદાર ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જેનો તેમને ઘણો લાભ પણ મળી રહ્યો છે.

આ પણ વાંચો :- ચાહકોની ભીડે Shraddha Kapoor ને ઘેરી, પછી અભિનેત્રીએ શું કર્યું જુઓ તસ્વીરોમાં

આ પણ વાંચો :- Urvashi Rautela એ ઓફ કેમેરા મિત્રો સાથે કરી ખૂબ મસ્તી, વીડિયો થયો વાયરલ

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">