Bollywood News: ‘હિન્દી વિવાદ’ પર કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, કહ્યું- ‘સંસ્કૃત આપણી રાષ્ટ્રભાષા હોવી જોઈએ’
ભાષાના (Language) વિવાદને લઈને અજય દેવગણ (Ajay Devgn) અને કિચ્ચા સુદીપ (Kichcha Sudeepa) ટ્વીટર પર સામ-સામે થયા હતા. આ ભાષા વિવાદ પર કંગના રનૌતે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું કે, સાઉથ અને નોર્થની ફિલ્મો પર ચર્ચા થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે.
બોલિવૂડ અભિનેતા અજય દેવગન (Ajay Devgn)અને કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપ (Ajay Devgn Kichcha Sudeepa Debate) વચ્ચે રાષ્ટ્રભાષા અંગેની ચર્ચા અને સમાધાને એક નવા વિવાદને જન્મ આપ્યો. બંને વચ્ચે ‘હિન્દી’ને રાષ્ટ્રભાષા બનાવવા અંગે ચર્ચા ચાલી હતી. સામાન્ય માણસથી માંડીને રાજકારણીઓ અને અભિનેતાઓ પણ હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે કે નહીં તે મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં તેના વિશે વાત કરતાં તેણે ‘સંસ્કૃત’ને રાષ્ટ્રભાષામાં (National Language) સામેલ કરવાની વાત કરી છે.
જૂઓ આ વીડિયો…
કંગના રનૌતે કહ્યું કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. તેમણે કહ્યું “આપણી વ્યવસ્થા અને સમાજ ઘણી વિવિધતાઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓનો દેશ છે અને આપણી પોતાની સંસ્કૃતિ અને ભાષા પર ગર્વ અનુભવવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. જો કે જ્યારે આપણે આપણા રાષ્ટ્રનો વિચાર કરીએ છીએ, તેને એક એકમ બનાવવા માટે આપણે બધાને એક સાથે બાંધવા માટે એક દોરાની જરૂર છે. બંધારણ બન્યું ત્યારે હિન્દી રાષ્ટ્રભાષા બની.
‘સંસ્કૃતને રાષ્ટ્રભાષા કેમ ન બનાવવામાં આવી?’
કંગનાએ કહ્યું, ‘એક દેશ તરીકે આપણે એક યુનિટ જોઈએ છે, તેથી હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવી છે. હવે જ્યારે તમે કહો છો કે હિન્દી કરતાં તમિલ જૂની છે, સંસ્કૃત તેના કરતાં જૂની છે. મને લાગે છે કે સંસ્કૃત રાષ્ટ્રભાષા હોવી જોઈએ. કારણ કે કન્નડથી તમિલ, ગુજરાતીથી હિન્દી, બધું જ તેમની પાસેથી આવ્યું છે તો સંસ્કૃત કેમ ના બનાવીને હિન્દી બનાવવી, મને આની ખબર નથી.
કંગનાએ અજય-કિચ્ચાને કર્યો સપોર્ટ
કંગના રનૌતે ભારપૂર્વક કહ્યું, “આજે આપણા દેશમાં પણ આપણે કોમ્યુનિકેશનની લિંક તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. શું તે લિંક હોવી જોઈએ? અથવા તે લિંક હિન્દી, સંસ્કૃત કે તમિલ હોવી જોઈએ? આ આપણે નક્કી કરવાનું છે. એ નિર્ણય આપણે લેવાનો છે. અત્યાર સુધી હિન્દી રાષ્ટ્રભાષા છે. અને જ્યારે અજય દેવગણજીએ કહ્યું કે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે તો તે ખોટું નથી. પણ હું સુદીપની ભાવનાને સમજું છું અને તે ખોટો પણ નથી.”
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Fitness: આ ઉનાળામાં પણ આળસ છોડી ફિટ રહેવા પરસેવો પાડી રહ્યા છે મિલિન્દ સોમન
આ પણ વાંચો: અલ્લુ અર્જુને તમાકુની ‘એડ’ ઠુકરાવતા બોલિવૂડ સ્ટાર્સ ટ્રોલર્સના નિશાને, અક્ષય કુમારે ચાહકોની માફી માંગી