બોલિવુડનું હબ છે રોશન પરિવાર, પિતા ડાયરેક્ટર પુત્ર અભિનેતા ગર્લફેન્ડ જાણીતી અભિનેત્રી

રિતિક રોશનની વાત કરીએ તો તે પોતાના ઘરમાં સૌથી નાનો છે અને તમને જણાવી દઈએ કે તેની ગણના બોલિવૂડના જાણીતા અભિનેતાઓમાં થાય છે. એટલું જ નહીં, તે ખૂબ જ પ્રખ્યાત નિર્દેશક અને અભિનેતા રાકેશ રોશન અને પિંકી રોશનનો પુત્ર છે. આજે અમે હૃતિક રોશન (Hrithik roshan)ના ભાઈ-બહેન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

બોલિવુડનું હબ છે રોશન પરિવાર, પિતા ડાયરેક્ટર પુત્ર અભિનેતા ગર્લફેન્ડ જાણીતી અભિનેત્રી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2024 | 11:48 AM

Hrithik roshan family Tree : નિર્માતા, નિર્દેશક, લેખક, અભિનેતા રાકેશ રોશન 73 વર્ષના થઈ ગયા છે. 6 સપ્ટેમ્બર, 1949ના રોજ જન્મેલા રાકેશ રોશનનું આખું નામ રાકેશ રોશન નાગરથ છે, રાકેશ રોશને વર્ષ 1970માં ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’થી અભિનેતા તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તેની પાસે ‘ખૂન ભરી માંગ’, ‘કામચોર’, ‘ખેલ ખેલ મેં’, ‘ખટ્ટા મીઠા’ જેવી હિટ ફિલ્મોની લાંબી યાદી છે. તેણે 1987માં ફિલ્મ ‘ખુદગર્જ’થી દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ પુત્ર રિતિક (Hrithik roshan) સાથે ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘ક્રિશ 3’ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

Hrithik Roshan's entire family is active in Bollywood Know about Hrithik Roshan family tree

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Nagarjun family Tree : નાગાર્જુનથી લઈને પુત્ર નાગા ચૈતન્ય સુધી, અક્કીનેની પરિવારના આ સભ્યોના થઈ ચૂક્યા છે છૂટાછેડા, પુત્રની પત્ની હતી પુષ્પાની શ્રીવલ્લી

રાકેશ રોશનના પિતા રોશન લાલ નાગરથ ઉર્ફે ‘રોશન’ ફિલ્મ જગતના જાણીતા સંગીત નિર્દેશક હતા. રોશન લાલ નાગરથે વર્ષ 1949માં કેદાર શર્માની ફિલ્મ ‘નેકી ઔર બદી’થી સંગીતકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની કારકિર્દીમાં લગભગ 56 ફિલ્મો માટે સંગીત આપનાર રોશન લાલ નાગરથે મોહમ્મદ રફી, મુકેશ, તલત મેહમૂદ અને લતા મંગેશકર સાથે ઘણા હિટ ગીતો આપ્યા.16 નવેમ્બર 1967ના રોજ હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું.

રિતિક રોશનના લગ્નના 14 વર્ષ બાદ છૂટાછેડા થયા

રાકેશ રોશને જે ઓમ પ્રકાશની પુત્રી પિંકી સાથે લગ્ન કર્યા હતા. રાકેશ રોશનને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ રિતિક રોશન અને પુત્રીનું નામ સુનૈના રોશન છે. રિતિક રોશના લગ્ન સુઝેન ખાન સાથે વર્ષ 2000માં થયા હતા. તમને જણાવી દઈએ કે સુઝેન ખાન અને રિતિક રોશનના લગ્નના 14 વર્ષ બાદ છૂટાછેડા થઈ ગયા છે. આ બંન્ને 2 બાળકો પણ છે. હૃતિક રોશન અને સુઝેન ખાન બંને બાળકોને સાથે ઉછેર કરે છે.બોલિવુડનો હેન્ડસમ હંક ઋતિક રોશન હાલમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે

રિતિક રોશનની બહેનના પણ થઈ ચૂક્યા છે છૂટાછેડા

રાકેશ રોશનની દીકરી સુનૈના રોશન પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. તેના બે લગ્ન અને એક સગાઈ તૂટી ગઈ છે. સુનૈનાના પહેલા પતિનું નામ આશિષ સોની હતું જેની સાથે તેણે વર્ષ 2000માં છૂટાછેડા લીધા હતા. આશિષ સાથે છૂટાછેડા લીધા બાદ સુનૈનાએ વર્ષ 2009માં મોહન નાગર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ લાંબું ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી સુનૈનાનું નામ ટીવી એક્ટર રાજીવ પોલ સાથે પણ જોડાયું હતું, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.

અભિનેતાએ કારકિર્દીની શરુઆત પિતાના ફિલ્મથી કરી

રિતિક રોશનનું નામ કોઈ પરિચયની જરૂર નથી. રાકેશ રોશનના પુત્ર રિતિક રોશને તેના પિતા કરતા ફિલ્મોમાં વધુ નામ કમાવ્યું. રિતિક રોશને તેની અભિનય કારકિર્દીની શરૂઆત તેના પિતાના દિગ્દર્શિત સાહસ ‘કહો ના પ્યાર હૈ’થી કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. ફિલ્મ ‘ક્રિશ 4’ પણ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.

આ પણ વાંચો : Kamal Haasan Family Tree : કમલ હાસન રિયલ લાઈફમાં રહ્યા અસફળ, 2 લગ્ન બાદ આજે પણ છે સિંગલ Chachi 420 જાણો તેના પરિવાર વિશે

રાજેશ રોશન પણ આપી ચૂક્યા છે અનેક હિટ ગીત

રાકેશ રોશનના નાના ભાઈ રાજેશ રોશન બાળપણમાં સંગીતકાર નહીં પણ સરકારી અધિકારી બનવા માંગતા હતા. પિતાના અવસાન પછી તેણે સંગીતમાં રસ લેવાનું શરૂ કર્યું. રાજેશ રોશનના પ્રથમ માર્ગદર્શક તેમની માતા ઇરા રોશન હતા. રાજેશ રોશનની માતાનું નામ કંચન રોશન છે. ફેમસ કોમેડિયન અને એક્ટર મેહમૂદે રાજેશ રોશનને ફિલ્મ ‘કુંવારા બાપ’માં પહેલી તક આપી. રાકેશ રોશનને 2 બાળકો છે.પશ્મિના રોશન, ઈશાન રોશન,

ઈશાન રોશન રાકેશ રોશનનો ભત્રીજો અને સંગીતકાર રાજેશ રોશનનો પુત્ર છે. મોડલ અને અભિનેત્રી રિદ્ધિમા પંડિતને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ હવે તેણે તેની સાથે અલગ થઈ ગયા છે. ઈશાન રોશને ‘ક્રિશ 3’ અને ‘કાબિલ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે આ ફિલ્મો માટે પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે.રાકેશ રોશનની ભત્રીજી અને રાજેશ રોશનની પુત્રી પશ્મિના રોશન થિયેટર આર્ટિસ્ટ છે. ઓસ્કાર વાઈલ્ડના નાટક ધ ઈમ્પોર્ટન્સ ઓફ બીઈંગ અર્નેસ્ટથી થિયેટરમાં પ્રવેશ કરનાર પશ્મિનાએ જેફ ગોલ્ડબર્ગ સ્ટુડિયોમાં અભ્યાસ કર્યો હતો અને બેરી જ્હોનની એક્ટિંગ સ્કૂલમાં છ મહિનાનો કોર્સ પણ પૂર્ણ કર્યો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">