Saiyaara : શનિ-રવિની રજામાં સૈયારા શાથે ડ્રાઈવ પર જવાનો પ્લાન છે, તો આ વસ્તુ સાથે લઈને જજો બાકી રોમાંસ પહેલાં જ રોડમેપ બદલાઈ જશે
બોલિવુડની સૈયારા ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ત્યારે જો તમે પણ સૈયારાની જેમ ગર્લફ્રેન્ડની બાઈકની પાછળ બેસાડી બાઈક રાઈડ કરવાનું વિચારી રહ્યા છો. તો ખીસ્સો ખાલી કરવા માટે પણ તૈયાર રહેશો. જાણો કેમ ?

બોલિવુડ ફિલ્મ સૈયારાએ ચાહકોને ઘેલા કર્યા છે. સૈયારા તુ તો બદલા નહી હૈ,મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ ગીત પર મોટી સંખ્યામાં લોકો રીલ્સ બનાવી રહ્યા છે. તેમજ રોમાન્સ અને બાઈક રાઈડ, સ્ટાઈલ પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં સૈયારાની એક રીલ્સ તમને લાયસન્સ રદ્દ કરાવી શકે છે. તો તમને જણાવી દઈએ કે, સૈયારા ફિલ્મમાં એક સીન આવે છે. જેના વિશે જાણવું જરુરી છે.
સૈયારાની જેમ ગર્લફ્રેન્ડને બાઈકની પાછળ બેસાડી જેકેટથી બાંધી બાઈક દોડાવવાનું વિચારી રહ્યા છો. તો આવું ન કરતા કારણ કે, તમારી રીલ વાયરલ થતાં પહેલા તમારુ ખીસ્સુ ખાલી થઈ જશે અને ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ થઈ જશે.ચાલો જાણીએ આ “ફિલ્મી રાઈડ” દ્વારા કયા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે અને તેનાથી બચવા માટે તમારે શું જાણવાની જરૂર છે.
सैयारा के साथ ड्राइव पर जा रहे हो? तो हेलमेट को भी साथी बनाओ… वरना प्यार अधूरा रह जाएगा ।#saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 @GujaratPolice pic.twitter.com/tsPSX5qumS
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 24, 2025
હેલ્મેટ અંગેના નિયમો શું છે?
મોટર વાહન અધિનિયમ 194-D મુજબ, જો તમે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવો છો, તો 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, જો પાછળ બેઠેલી વ્યક્તિ એટલે કે પાછળ બેઠેલી વ્યક્તિ પણ હેલ્મેટ ન પહેરે તો 1000 રૂપિયાનો વધારાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, જો આ ગુનો વારંવાર કરવામાં આવે તો, લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ પણ થઈ શકે છે. આ સાથે હેલ્મેટ સ્ટ્રીપ ન લગાવવા બદલ 1000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકાય છે.
સ્પીડમાં બાઈક ચલાવી તો પણ દંડ થશે
હવે આપણે વાત કરીએ રેશ રાઈડિંગની તો આમાં 2 પ્રકારનું ચલણ આવી શકે છે. એક ઓવરસ્પીડમાં બાઈક ચલાવવાનું ચલણ 5000 રુપિયા સુધી આવી શકે છે. બીજું ચલણ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ હોઈ શકે છે, જેના કારણે અન્ય લોકોને ઈજા થઈ શકે છે.બેફામ વાહન ચલાવવા બદલ દંડ રૂ. 1000 થી રૂ.5000 સુધીનો હોઈ શકે છે. વારંવાર ગુનાઓ માટે લાઇસન્સ જપ્ત અથવા સસ્પેન્ડ કરી શકાય છે. ઈન્ડિકેટર વિના ઝડપથી લેન બદલવા, વધુ ઝડપે વાહન ચલાવવા અને ટ્રાફિક સિગ્નલ તોડવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.સ્વાભાવિક છે કે, સૈયારા જેવી સ્ટાઇલ અજમાવવાનું તમને ભારે મોંઘુ પડી શકે છે.
हेलमेट पहनिए, सैयारा को भी पहनाइए… वरना रोमांस से पहले ही रोडमैप बदल सकता है। मोहब्बत में सेफ्टी ज़रूरी है!#RoadSafety #SaiyaaraWithHelmet#Saiyaara pic.twitter.com/1rN0wegB0C
— UP POLICE (@Uppolice) July 23, 2025
પોલીસ યુવાનોને જાગૃત કરી રહી છે
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સૈયારા’ પછી, ઘણા રાજ્યોના ટ્રાફિક પોલીસે યુવાનોને માર્ગ સલામતી વિશે જાગૃત કર્યા છે. તાજેતરમાં, યુપી અને ગુજરાતના ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ટ્રાફિક નિયમો ન તોડવાનો સંદેશ આપ્યો હતો. અમદાવાદ પોલીસે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે , જ્યારે પણ તમે સૈયારા સાથે ડ્રાઇવ પર જાઓ છો, ત્યારે હેલ્મેટને પણ તમારો સાથી બનાવો. નહીં તો પ્રેમ અધૂરો રહેશે. યુપી પોલીસે સર્જનાત્મક રીતે સંદેશ આપ્યો હતો અને લખ્યું હતું કે – હેલ્મેટ પહેરો, સૈયારાને પણ પહેરાવો, નહીં તો રોમાંસ પહેલાં જ રોડમેપ બદલાઈ શકે છે.
