‘બોર્ડર 2’ થી ‘ભૂલ ભૂલૈયા 3’ સુધી, સની દેઓલ, કાર્તિક આર્યન અને શ્રદ્ધા ધૂમ મચાવશે
સની દેઓલ, શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યન તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. સની દેઓલની બોર્ડર 2, કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3 અને શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 વિશે નવા અપડેટ્સ આવ્યા છે. આ ત્રણેય ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સની નજર આ ફિલ્મો પર ટકેલી છે.
આવનારા સમયમાં એકથી વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાવાની છે. ફેન્સ આ ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી ફિલ્મોની યાદીમાં સની દેઓલની ‘બોર્ડર 2’, કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ અને શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ના નામ પણ સામેલ છે. આ ત્રણેય ફિલ્મોને લઈને ભારે ચર્ચા છે.
એક તરફ સૌની નજર સની દેઓલની આ મુવી પર ટકેલી છે. કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ છે. આ દરમિયાન અમે તમારા માટે આ ત્રણેય ફિલ્મોની નવી અપડેટ લઈને આવ્યા છીએ.
‘બોર્ડર 2’માં બે નવા કલાકારોની થશે એન્ટ્રી
જેપી દત્તાની એપિક વોર ફિલ્મ ‘બોર્ડર’ની રિલીઝના 27 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘બોર્ડર 2’ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ આવતા વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થશે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે આયુષ્માન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એક મીડિયા રિપોર્ટ મુજબ સની દેઓલ ‘બોર્ડર 2’માં મેજર કુલદીપ સિંહ ચંદ્રપુરીના પાત્રને રિપ્લેસ કરતો જોવા મળશે. ફિલ્મ જ્યાં પૂરી થઈ ત્યાંથી શરૂ થશે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આયુષ્માન ખુરાના બાદ આ ફિલ્મમાં બે નવા નામ જોડાવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર પંજાબ ઇન્ડસ્ટ્રીના બે કલાકારો સની દેઓલની ‘બોર્ડર 2’માં એન્ટ્રી કરી શકે છે.
View this post on Instagram
(Credit Source : MoviFied)
‘સ્ત્રી 2’માં સ્પેશિયલ કેમિયો
મુંજ્યાની સફળતા પછી, નિર્માતા દિનેશ વિજને સ્વતંત્રતા દિવસના અવસર પર સ્ત્રી 2 રિલીઝ કરવાની જાહેરાત કરી છે. અમર કૌશિક હોરર-કોમેડી સ્ત્રી 2નું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓ દાવો કરે છે કે તે તમને ભવ્ય સ્કેલનો અનુભવ આપશે.
ફિલ્મના ટીઝરમાં તમન્ના ભાટિયાની ઝલકએ બધાને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સ્ત્રી- 2માં ખાસ કેમિયો કરશે. જેમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
‘ભૂલ ભૂલૈયા 3’નું ફાઈનલ શેડ્યૂલ
કાર્તિક આર્યન તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે ચર્ચામાં છે. પરંતુ ચાહકો તેની ‘ભૂલ ભુલૈયા 3’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને અનીસ બઝમી ડિરેક્ટ કરી રહ્યા છે. તે દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર કાર્તિક હવે આ ફિલ્મના ફાઈનલ શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ સમયસર પૂરું થશે અને ફિલ્મ પણ સમયસર રિલીઝ થશે.