Guru Randhawa Birthday Special : પંજાબનો ગુરુ રંધાવા બોલિવૂડમાં મચાવી રહ્યો છે ધમાલ, સાંભળો તેના હમણા સુધીના ટોપ 10 સોન્ગ
Happy Birthday Guru Randhawa : છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ગીતો 'હાઈ રેટેડ ગબરૂ, બન જા તુ મેરી રાની, લગડી લાહોર દી, તેનુ સૂટ સૂટ કરદા, મેડ ઈન ઈન્ડિયા, ઈશારે તેરે' ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેના જન્મદિવસના પ્રશંગે આ અહેવાલની મદદથી તમે તેને ટોપ 10 સોન્ગ સાંભળી શકો છો.
Mumbai : પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવા (Guru Randhawa) 30 ઓગસ્ટે તેમનો 32મો જન્મદિવસ ઉજવશે. પંજાબી ગીતો ઉપરાંત તેણે બોલિવૂડની ઘણી ફિલ્મો માટે પણ ગાયું છે. ગુરુ રંધાવાનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લાના નૂરપુરમાં થયો હતો. ત્યારબાદ તેનું નામ ગુરશરનજોત સિંહ રંધાવા છે. ભારત સહિત વિદેશમાં પણ તેના લાઈવ કોન્સર્ટ થતા રહે છે.
બાળપણમાં તે વાંચવામાં ખૂબ જ ઝડપી હતો. પરંતુ તેને ગીતોમાં પણ તેટલો રસ હતો. તેણે ગુરદાસપુરથી જ નાના કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. પરંતુ બાદમાં MBAનો અભ્યાસ કરવા દિલ્હી મોકલવામાં આવ્યો હતો. અહીં તેણે અભ્યાસની સાથે નાની પાર્ટીઓમાં ગાવાનું શરૂ કર્યું. અભ્યાસ પૂરો કર્યા બાદ તે પોતાની સંગીત કારકિર્દીમાં આગળ વધ્યો.
ગુરુ રંધાવાએ વર્ષ 2012માં ગાયક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેનું પહેલું ગીત ‘સેમ ગર્લ’ હિટ થઈ શક્યું ન હતું. વર્ષ 2013માં ગુરુ રંધાવાએ તેનું પહેલું આલ્બમ ‘પેગ વન’ લોન્ચ કર્યું હતું. તે વધુ હિટ ના થયુ. આ પછી ગુરુ રંધાવાએ પ્રખ્યાત રેપર બોહેમિયા સાથે મળીને વર્ષ 2015માં ‘પટોલા’ ગીત બનાવ્યું હતુ.
આ ગીતથી રંધાવાનું નસીબ રાતોરાત ચમક્યું. ગીતો લખવા ઉપરાંત, પ્લેબેક સિંગર ગુરુ રંધાવા પણ ધૂન કમ્પોઝ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ગીતો ‘હાઈ રેટેડ ગબરૂ, બન જા તુ મેરી રાની, લગડી લાહોર દી, તેનુ સૂટ સૂટ કરદા, મેડ ઈન ઈન્ડિયા, ઈશારે તેરે’ ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેના જન્મદિવસના પ્રશંગે આ અહેવાલની મદદથી તમે તેને ટોપ 10 સોન્ગ સાંભળી શકો છો. આ સોન્ગ સોશિયલ મીડિયા પર પણ ધમાલ માચાવી રહ્યા છે.
1. નાચ મેરી રાની
2. બેબી ગર્લ
3. લાહોર
4. હાઈ રેટેડ ગબરુ
5. મૂન રાઈસ
6. ઈશ્ક તેરા
7. મહેંદી વાલે હાથ
8. લગડી લાહોર દી
9. ઈશારે તેરે
10. મેડ ઈન ઈન્ડિયા
આ પણ વાંચો : મોટા પડદા પર પરત ફરી રહ્યો છે આમિર ખાન, ફિલ્મની રિલીઝ ડેટ પણ નક્કી, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ?