AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Randhawa Net Worth: કરોડોની સંપત્તિનો માલિક છે ગુરુ રંધાવા, ગાડીઓનું કલેક્શન છે દમદાર

સિંગર ગુરુ રંધાવા (Guru Randhawa) હાલમાં ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યો છે. તેમના પંજાબી ગીતો પણ બોલિવૂડમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ તેમની સંપત્તિ વિશે.

Guru Randhawa Net Worth: કરોડોની સંપત્તિનો માલિક છે ગુરુ રંધાવા, ગાડીઓનું કલેક્શન છે દમદાર
Know about net worth and car collection of punjabi singer guru randhawa
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 11:52 AM
Share

પંજાબી સંગીતની વાત કરવામાં આવે તો આજના સમયમાં સૌના મનમાં જે પ્રથમ નામ આવે છે તે છે ગુરુ રંધાવા. ગુરુ રંધાવા (Guru Randhawa) તેના ગીતો માટે વિશ્વભરમાં જાણીતા છે. તે એક ગાયક તેમજ અભિનેતા, નિર્માતા અને ગીતકાર છે. આજે એટલે કે 30 ઓક્ટોબરે ગુરુ પોતાનો 30 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો આપણે તમને તેમના જન્મદિવસ પર તેમની નેટવર્થ વિશે જણાવીએ.

ખૂબ નાની ઉંમરે ગુરુએ મોટું નામ કમાયું છે. તેણે પોતાની કારકિર્દી વર્ષ 2013 થી શરૂ કરી હતી અને હવે તે તેની કારકિર્દીની ટોચ પર છે. તેને આખી દુનિયાના લોકોનો પ્રેમ મળે છે. તેણે સંગીત જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

ગુરુ રંધાવા નેટ વર્થ

ગુરુ રંધાવાની નેટવર્થ વિશે વાત કરીએ તો અહેવાલ મુજબ તેમની નેટવર્થ 29 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની કમાણીનું સાધન સંગીત, સ્ટેજ પરફોર્મન્સ છે. તેમણે સમગ્ર વિશ્વમાં ઘણા લાઇવ શો કર્યા છે. અહેવાલો અનુસાર, તેમની એક વર્ષની આવક આશરે 3 કરોડ છે.

ગુરુ રંધાવાનું ઘર

ગુરુનો જન્મ પંજાબના ગુરદારસપુરમાં થયો હતો. તેણે તાજેતરમાં ગુરુગ્રામમાં એક આલિશાન ઘર લીધું છે. ગુરુ આલીશાન ઘરમાં વૈભવી જીવન જીવે છે. તેના ઘરની ઝલક ઘણીવાર તેણે શેર કરેલી તસ્વીરોમાં જોવા મળતી હોય છે.

વૈભવી કારનો શોખ

ગુરુ રંધાવા વૈભવી કારના ખૂબ શોખીન છે. તેમની પાસે મોંઘી મોંઘી કાર છે. તેમના કાર સંગ્રહમાં મર્સિડીઝ સી ક્લાસ, બીએમડબલ્યુ જીટી, રેન્જ રોવર ઇવોક, ડોજ ચેલેન્જર એસઆરટી, લેમ્બોર્ગિની જેવી ઘણી ગાડીઓ છે.

ગુરુ રંધાવાએ ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. ગુરુએ હિન્દી મીડીયમમાં સૂટ સૂટ, બ્લેકમેલમાં પટોલા, સાહોમાં ઇન્ના સોના, સ્ટ્રીટ ડાન્સરમાં લગદી લાહોર દી જેવી બોલિવૂડ ફિલ્મો માટે ગીતો ગાયા છે. ગુરુના દરેક ગીત ખુબ જ હીટ છે. આ સિવાય આલ્બમ સોંગમાં પણ ગુરુનું નામ અવ્વલ કક્ષામાં આવે છે. ફેન્સ તેના સોંગ પર ડાંસ કરવું પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે ગુરુએ દિલ્હીથી એમબીએનો અભ્યાસ કર્યો છે. ભણતરની સાથે સાથે તેમણે દિલ્હીમાં નાના કાર્યક્રમોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેનું સાચું નામ ગુરુશરણજીત સિંહ છે. તેને રેપર બોહેમિયન દ્વારા ગુરુ નામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દૂધનું દૂધ પાણીનું પાણી: સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સોનમ કપૂરના રોલને લઈને ખુલાસો, ચર્ચાઓ પર વિરામ

આ પણ વાંચો: “પૈસો કા જલવા”: દીપિકાએ નાઈટ આઉટમાં જવા માટે પહેર્યા આ કપડા, જેની કિંમતમાં આવી જાય એક બાઈક

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">