AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023ની Opening Ceremonyમાં ચાલશે રહેમાન અને આતિફ અસલમનો જાદુ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું Live Streaming

Asia Cup 2023 Opening Ceremony: વનડે વર્લ્ડ કપ પહેલા ભારત સહિતની એશિયાઈ ટીમો માટે બેસ્ટ પ્લેઈંગ ઈલેવન નક્કી કરવોની તક એટલે એશિયા કપ 2023. પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાની હેઠળ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે 6 ટીમો એશિયાના ચેમ્પિયન બનવા માટે ટકરાશે. ચાલો જાણીએ કે આ એશિયા કપની શરુઆત પહેલા ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે અને તેનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાંથી જોઈ શકાશે.

Asia Cup 2023ની Opening Ceremonyમાં ચાલશે રહેમાન અને આતિફ અસલમનો જાદુ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું Live Streaming
Asia cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 6:24 PM
Share

Multan : એશિયા કપની 16મી સિઝનની શરુઆત 30 ઓગસ્ટથી થવા જઈ રહી છે. વનડે ફોર્મેટ માટે આ 14મી આવૃતિ છે. મુલ્તાનમાં નેપાળ અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાથી એશિયા કપનો (Asia Cup 2023) સંગ્રામ શરુ થશે. તે પહેલા મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. વર્ષ 2018 પછી પાંચ વર્ષ બાદ આ વર્ષે વનડે એશિયા કપનું આયોજન થઈ રહ્યું છે.

એશિયા કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ સહિત કુલ 6 ટીમ ભાગ લેશે. આ છ ટીમોને ત્રણ-ત્રણના ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત, નેપાળ અને પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં છે, જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનની ટીમ ગ્રુપ Bમાં છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 2-2 મેચ રમશે. બંને ગ્રુપની ટોપ 2 ટીમ સુપર ચારમાં જશે. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમાશે.

આ પણ વાંચો : Rich Tennis Players: સિંગલ્સમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી ‘નાઓમી ઓસાકા’

એશિયા કપનું સંપૂર્ણ શેડયૂલ

એશિયા કપ 2023ની ઓપનિંગ સેરેમની ક્યારે થશે ?

એશિયા કપ 2023માં પાકિસ્તાન-નેપાળ વચ્ચેની પ્રથમ મેચ પહેલા ઓપનિંગ સેરેમની યોજાઈ શકે છે. ભારતીય સમય અનુસાર 2.30 કલાકે ટોસ થશે અને 3 કલાકથી એશિયા કપનું લાઈવ એક્શન શરુ થશે.

ક્યાં યોજાશે ઓપનિંગ સેરેમની ?

એશિયા કપ 2023ની ઓપનિંગ સેરેમની મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી અનુસાર, એ આર રહેમાન અને આતિફ અસલમ જેવા મોટો સ્ટાર્સ એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે.

એશિયા કપની ઓપનિંગ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે ?

જણાવી દઈએ કે એશિયા કપના લાઈવ ટેલિકાસ્ટના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટસ પાસે છે. તમે અલગ અલગ ભાષામાં આ ચેનલ પર ઓપનિંગ સેરેમની જોઈ શકો છો. ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર તમે ફ્રીમાં એશિયા કપની ઓપનિંગ સેરેમની અને મેચનો આનંદ માણી શકો છો. વધુ અપડેટ્સ માટે તમે Tv9 ગુજરાતી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો : Asia Cup 2023 : એશિયા કપમાં ટીમ ઈન્ડિયા 4 મોટા જોખમ લેવા જઈ રહી છે !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">