તૈમુર અને જહાંગીરને ફિલ્મી દુનિયાથી અલગ રાખવા માંગે છે Kareena Kapoor Khan, નહીં બનાવે અભિનેતા

ઘણા દિવસો બાદ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ એક મોટો ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે તે નથી ઈચ્છતી કે તેમના બે પુત્રો ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે આ વાત પર સૈફ અલી ખાન કરીનાની મજાક ઉડાવે છે.

તૈમુર અને જહાંગીરને ફિલ્મી દુનિયાથી અલગ રાખવા માંગે છે Kareena Kapoor Khan, નહીં બનાવે અભિનેતા
Kareena Kapoor Khan, Taimur
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Aug 15, 2021 | 8:35 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) આ દિવસોમાં તેમના નાના પુત્રના નામને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ સૈફ અને કરીનાની જોડીએ તેમના નાના પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે. જેના કારણે તેમને સોશિયલ મીડિયા પર ખૂબજ ટ્રોલ કરવામાં આવ્યા હતા. જે બાદ જહાંગીરની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં હવે કરીનાએ તૈમુર અને જહાંગીર વિશે ખુલીને વાત કરી છે.

અભિનેત્રીએ તાજેતરમાં પોતાના એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. અભિનેત્રીએ અહીં જણાવ્યું કે મારો નાનો દીકરો માત્ર છ મહિનાનો છે. તે મારા જેવો જ દેખાય છે જ્યાં તૈમુર સૈફ જેવો દેખાય છે. એક ઈન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું છે કે છ મહિનામાં તૈમુરને ઘણા બધા નવા ચહેરા પસંદ ન હતા, પરંતુ જેહમાં આ આદત નથી. તૈમુરની અંદર સૈફની ઘણી ટેવો છે પણ જેહ સંપૂર્ણપણે અલગ છે. તૈમુર ખૂબ જ સર્જનાત્મક છે, તેને રંગ, નેચર ડ્રોઈંગ ખુબ પસંદ છે. તૈમુરને નવી વસ્તુઓ જોવી અને જાણવી ખુબ પસંદ છે.

જેહ અને તૈમુરની કારકિર્દી પર વાત કરી કરીનાએ

કરીના કપૂર ખાને અહીં આગળ કહ્યું કે, હું ઈચ્છું છું કે મારા બંને પુત્રો સંપૂર્ણપણે સારા માનવી બને, હું ઈચ્છું છું કે લોકો કહે કે તેઓ સારી રીતે શિક્ષિત અને દયાળુ છે. આ સાથે, હું ઈચ્છું છું કે તે બંને ક્યારેય ફિલ્મી દુનિયામાં પગ ન મૂકે. ફિલ્મો સાથે તેમનો કોઈ પણ સંબંધ ન હોય, હું પોતે આ નથી ઈચ્છતી. મને ખૂબ આનંદ થશે જો તૈમુર મને કહે કે તેને ફિલ્મો સિવાય બીજા કોઈ કામમાં પોતાની કારકિર્દી બનાવવી છે. હું તેમને દરેક વસ્તુમાં સપોર્ટ આપીશ જે પણ તે કરવા માંગે.

આ ઈન્ટરવ્યુ દરમિયાન કરીનાએ એ પણ કહ્યું કે, જ્યારે પણ તે પાપારાઝી માટે પોઝ આપે છે ત્યારે સૈફ ઘણી વખત તેમની મજાક ઉડાવે છે. તેઓ કહે છે કે જ્યારે માતા ખુશીથી ફોટોગ્રાફ્સ પડાવી રહી છે, ત્યારે બાળકો તેને જુએ છે. અને પછી તે તેની માતાના પગલે ચાલવાનું પસંદ કરે છે. કરીના કપૂર ખાન અને સૈફને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ટ્રોલ ચાલી રહ્યા હતા. જ્યાં યૂઝર્સેનું કહેવાનું હતું કે આ દંપતી તેમનાં બાળકોનું નામ તે રાજાઓ પર શા માટે રાખી રહ્યા છે જેમણે ભારતને નુકસાન પહોંચાડ્યું છે.

દરમિયાન, સ્વરા ભાસ્કરે આ સમગ્ર મુદ્દે કરીના કપૂરને ટેકો આપતા એક ખાસ ટ્વિટ કર્યું હતું. આ ખાસ ટ્વિટમાં સ્વરાએ કરીના અને સૈફની તરફેણ કરતા કહ્યું કે, “ભારતમાં દરેક દંપતીને તેમના બાળકોના નામ રાખવાનો પુરો અધિકાર છે. ટ્રોલર્સ જઈને તમારુ કામ કરો ”

આ પણ વાંચો :- 75th Independence Day : આ કારણોસર શેરશાહ બની ગઈ છે આ સ્વતંત્રતા દિવસની સૌથી ગમતી ફિલ્મ

આ પણ વાંચો :- Happy Birthday : માત્ર 2 ફિલ્મો બનાવીને ઉદ્યોગને છવાઈ ગયા અયાન મુખર્જી, રણબીર કપૂર સાથે છે ખાસ સંબંધ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati