AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 Box Office Collection : સનીની સુનામીમાં વહી ગયા શાહરૂખ-સલમાન અને પ્રભાસ, 6 દિવસમાં ‘ગદર 2’ બની 2023ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ

Gadar 2 Box Office Collection : સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ની કમાણી જોઈને લાગે છે કે આ સિક્વલ 'ગદર'નો રેકોર્ડ પણ તોડી નાખશે. ગદર 2 વર્ષ 2023ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સની દેઓલે સલમાન ખાનથી લઈને પ્રભાસ સુધી બધાને પાછળ છોડી દીધા છે.

Gadar 2 Box Office Collection : સનીની સુનામીમાં વહી ગયા શાહરૂખ-સલમાન અને પ્રભાસ, 6 દિવસમાં 'ગદર 2' બની 2023ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ
Gadar 2 Box Office Collection
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 10:08 AM
Share

સની દેઓલની એક ગર્જનાએ બોક્સ ઓફિસ પર બધાને પાછળ છોડી દીધા છે. સની દેઓલની ગદર 2 સુનામી બનીને જબરદસ્ત કમાણી કરી રહી છે, જેના મોજામાં શાહરૂખ ખાનની પઠાણથી લઈને પ્રભાસની આદિપુરુષ અને સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાનથી લઈને રણવીર સિંહની રોકી અને રાનીની પ્રેમ કહાની ઉડી ગઈ, ખબર પણ પડી નહીં. ગદર 2ને રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે, પરંતુ સિનેમાઘરોમાં તારા સિંહને જોવા લોકોની ભીડ ઓછી થઈ રહી નથી.

આ પણ વાંચો : OMG 2 and Gadar 2 Box Office Collection: સની દેઓલે બીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવ્યો ‘ગદર’, જાણો અક્ષયની OMG 2 કેવી રહી?

ગદર 2 બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મ 6 દિવસમાં 300 કરોડનો આંકડો સ્પર્શી જશે. લોંગ વીકએન્ડનો પૂરો ફાયદો ઉઠાવતા ગદર 2 એ માત્ર 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો. ગદર 2 સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પણ ધરાવે છે.

સનીની સુનામીમાં સુપરસ્ટાર્સ વહી ગયા

ગદર 2 ના 6ઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સની દેઓલની ફિલ્મે 34.5 કરોડની બમ્પર કમાણી કરી હતી. ગદર 2 એ છઠ્ઠા દિવસે કમાણીના મામલામાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ની હિન્દી કમાણીને પણ પાછળ છોડી દીધી છે. આ આંકડા સાથે ગદર 2 એ ભારતમાં નેટ 263.48 કરોડની કમાણી કરી. જ્યારે ગદર 2 એ વિશ્વભરમાં 298.2નો આંકડો પાર કર્યો છે.

2023ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ છે ગદર 2

સની દેઓલની ગદર 2 શાહરૂખ ખાનની પઠાણ પછી વર્ષ 2023ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. ગદર 2 હવે કમાણીના મામલે માત્ર પઠાણથી પાછળ છે. કેરળ સ્ટોરી 242.20 કરોડ સાથે ત્રીજા નંબરે છે. ચોથા નંબર પર રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ છે, આ ફિલ્મે 149.05 કરોડની કમાણી કરી છે. પાંચમા સ્થાને રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની 137.02 કરોડની કમાણી સાથે છે.

ગદર 2 બોક્સ ઓફિસ પર

ગદર 2 એ શરૂઆતના દિવસે 40.1 કરોડનું કલેક્શન કર્યું, ગદર 2 એ રિલીઝના બીજા દિવસે 43.8 કરોડનું બમ્પર કલેક્શન કર્યું, ત્રીજા દિવસે રવિવારે, ગદર 2 એ બોક્સ ઓફિસ પર ગદર કટ કરી અને ચોથા દિવસે સની દેઓલે 51.7 કરોડની કમાણી કરી. અને અમિષા પટેલની ગદર 2 એ લગભગ 39 કરોડની કમાણી કરી હતી ગદર 2 એ 5માં દિવસે કમાલ કરી હતી. ગદર 2 એ સ્વતંત્રતા દિવસે 55.5 કરોડની કમાણી કરી હતી.

સપ્તાહના અંતે કમાણી 500 કરોડ સુધી પહોંચી શકે છે

જો ગદર 2 આ જ ગતિથી આગળ વધતું રહેશે તો આ વીકેન્ડમાં ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મને માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ તરફથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. સલમાન ખાનથી લઈને કાર્તિક આર્યન અને મૃણાલ ઠાકુર સુધી બધા સની પાજીના ચાહક છે અને ફિલ્મના જોરદાર વખાણ કરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">