‘મૈંને પાયલ હૈ છનકાઈ’ના નેહા કક્કરના રિમેક પર બોલી ફાલ્ગુની પાઠક, જાણો શું કહ્યું

ફાલ્ગુની પાઠકનું (Falguni Pathak) ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ'ના રિમિક્સ વર્ઝન નેહા કક્કડે ગાયું છે. આ ગીતને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ વિશે ફાલ્ગુની પાઠકે પ્રતિક્રિયા આપી છે.

'મૈંને પાયલ હૈ છનકાઈ'ના નેહા કક્કરના રિમેક પર બોલી ફાલ્ગુની પાઠક, જાણો શું કહ્યું
Falguni Pathak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 5:23 PM

ફાલ્ગુની પાઠક (Falguni Pathak) એ ફેમસ ગાયિકાઓમાંથી એક છે જેમણે પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના દિલોને જીતા લીધા છે. તેણીને પ્રેમથી ‘દાંડિયા ક્વીન’ કહેવામાં આવે છે અને ફરી એકવાર તે નવરાત્રી સીઝન પહેલા તેના નવા ગીત સાથે પાછી ફરી છે. જ્યારે ફાલ્ગુની પાઠક તેના નવા ગીત માટે ઉત્સાહિત છે, ત્યારે તેનું જૂનું ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ ને નેહા કક્કર દ્વારા ફરીથી રીમેક કરવામાં આવ્યું છે, જેમાં પ્રિયંક શર્મા અને ધનશ્રી વર્મા અને નેહા કક્કર (Neha Kakkar) પોતે છે. આ ગીતને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ફાલ્ગુની પાઠકે પણ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.

નેહાના રિમિક્સ વર્ઝન પર ફેન્સે કેસ દાખલ કરવાની કરી રહ્યા છે માગ

‘મૈંને પાયલ હૈ છનકાઈ’ની ઓરિજિનલ ગાયિકા ફાલ્ગુની પાઠકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દર્શકોની પ્રતિક્રિયાઓ ફરીથી શેયર કરી. એક વ્યક્તિએ કોમેન્ટ કરી અને લખ્યું, “આ પાપ બંધ કરો. કૃપા કરીને કોઈ આ ઓટોટ્યુન ગાયકો અને તેમની રીમેક પર પ્રતિબંધ મૂકે.” એક યુઝર્સે તો ફાલ્ગુની પાઠકને નેહા કક્કર પર કેસ કરવાની માગ કરી હતી, જ્યારે અન્ય એક યુઝર્સે લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

અહીં જુઓ રીમિક્સ વર્ઝન

ગીત માટે આટલો પ્રેમ મેળવીને ફાલ્ગુની ખૂબ જ ખુશ છે

એક ઓનલાઈન પોર્ટલ મુજબ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને તેના વિશે પૂછ્યું. તેના જવાાબમાં 53 વર્ષીય ગાયિકાએ શેયર કર્યું કે તે ઓરિજિનલ ગીત માટે તેના ફેન્સનો પ્રેમ જોઈને અભિભૂત થઈ ગઈ હતી અને તેને લાગ્યું કે તેણે તેની લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ. ગાયિકાએ કહ્યું, “ગીત માટે ચારે બાજુથી આટલો પ્રેમ મળ્યો તે માટે હું અભિભૂત છું, તેથી મારી લાગણીઓ શેયર કરવી પડી.”

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મારી પાસે નથી ગીતના રાઈટ્સ – ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠકે એ પણ શેયર કર્યું કે ‘ઓ સજના’ના નિર્માતાઓએ તેનો સંપર્ક કર્યો નથી. જ્યારે ફાલ્ગુનીએ તેના ફેન્સ દ્વારા એક સ્ટોરી ફરીથી શેયર કરી જેમાં તેણે નેહા કક્કર પર કેસ કરવાનું કહ્યું. દિગ્ગજ ગાયિકાને પૂછવામાં આવ્યું કે શું તે કાનૂની માર્ગ અપનાવવાનું વિચારી રહી છે. જેના પર ફાલ્ગુની પાઠકે એમ કહીને નિરાશા વ્યક્ત કરી હતી કે, હું ઈચ્છું છું કે હું કરી શકું પણ મારી પાસે રાઈટ્સ નથી.

ફાલ્ગુની પાઠક સુધી પહોંચ્યા ન હતા નિર્માતા

જ્યારે તેણીને વધુ પૂછવામાં આવ્યું કે શું મેકર્સ અથવા નેહા કક્કરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને રીમિક્સ વર્ઝન પર નારાજગી વ્યક્ત કર્યા પછી તેના સુધી પહોંચવાની કોશિશ કરી? તો દાંડિયા ક્વીને જવાબ આપ્યો, “ના.”

નથી જોયું ફાલ્ગુની પાઠકે રિમિક્સ વર્ઝન

શુક્રવાર 23 સપ્ટેમ્બરે તેમના નવા ગીતના લોન્ચિંગ સમયે, ફાલ્ગુની પાઠકે કહ્યું કે તેણે હજી સુધી રિમિક્સ વર્ઝન જોયું નથી. ફાલ્ગુનીને લાગ્યું કે ઓરિજિનલ ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’માં ‘સાદગી’ છે, જે ફેન્સને યાદ આવે છે.

ઓરિજિનલ ગીત ‘મૈને પાયલ હૈ છનકાઈ’ અહીં જુઓ

તમને જણાવી દઈએ કે ફાલ્ગુની પાઠકનું આ ગીત 1999 માં રિલીઝ થયું હતું અને તેમાં વિવાન ભથેના અને નિખિલા પલટત હતા.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">