100 વર્ષ જૂના ઘરમાં રહે છે બોલિવુડ અભિનેત્રી, વસ્તુઓ જોઈ દંગ રહી ગઈ ફરાહ ખાન જુઓ વીડિયો
કોરિયોગ્રાફર ફરાહ ખાન પોતાના બ્લોગ દ્વારા સ્ટારનું ઘર પણ દેખાડતી જોવા મળે છે. ફરાહ પોતાના કુક દિલીપની સાથે અવાર-નવાર બ્લોગ શેર કરતી રહે છે. પોતાના નવા બ્લોગમાં ફરાહ ખાને અભિનેત્રી ડાયના પેન્ટીનું 100 વર્ષ જૂનું ઘર દેખાડ્યું છે. જેને જોઈ ફરાહ ખાન પણ ચોંકી ગઈ હતી.

Diana Penty House : ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન જે હંમેશા કુક દિલીપની સાથે મજેદાર બ્લોગ શેર કરતી રહે છે. હાલમાં કોકટેલ ફેમ અભિનેત્રી ડાયના પેન્ટીના સાઉથ મુંબઈ સ્થિત સુંદર ઘરે પહોંચી હતી. આ ઘર 100 વર્ષ જુનુ છે. આ ઘર ડાયના પેન્ટીના પરદાદાનું ઘર હતુ. ફરાહ અભિનેત્રીના ઘરને જોઈ દંગ રહી ગઈ હતી.ફરાહે ડાયનાના ઘર વિશે કહ્યું, “લોખંડવાલામાં ડાન્સ સ્ટુડિયો પણ આટલો મોટો નથી.
આ ઘર 100 વર્ષ જુનુ
એક એવું શહેરમાં જ્યાં રિયલ એસ્ટેટની કિંમત આસમાને છે. ડાયના પેન્ટીના 2 માળના ઘરમાં વિન્ટેજ ફર્નીચર,ઉંચી બારીઓ ટેરેન્સ ગાર્ડન અને બહાર એક નાનું ફાર્મ પણ છે. આ બધું જોઈ ફરાહ ખાન અને દિલીપ બંન્ને હેરાન રહી ગયા હતા. ફરાહ ખાને ડાયનાના લિવિંગ રુમ જોઈ કહ્યું શાહરુખ ખાનના મન્નત જેટલું મોટું છે અને ડાયનાએ શાહરુખ ખાનને ઘરે બોલાવવા જોઈએ.
ફરાહ ખાન ઘર જોઈ ચોંકી ગઈ
પોતાના નવા બ્લોગમાં ફરાહ ખાન ડાયનાના ઘરે પહોંચ્યા પહેલા મજાકમાં દિલીપને કહે છે. હું તને લંડન લઈને આવી છું. આ ઘર તો Buckingham Palace છે. ઘરમાં એન્ટ્રી કરતા જ ફરાહ અને દિલીપને લાગ્યું કે, તે વર્ષો જૂના ઘરમાં આવ્યા છે. ડાયના પેન્ટીએ જણાવ્યું કે તે ઉપરના માળે રહે છે. જ્યારે તેની માતા અને પરિવારના અન્ય લોકો નીચેના માળે રહે છે.
View this post on Instagram
100 વર્ષ જૂનું ઘર અને બહાર ફાર્મ
ડાયનાએ જણાવ્યું કે, તેના ઘરની બહાર એક નાનકડું ફાર્મ પણ છે. આ જોઈને ફરાહ ખાનને લાગ્યું કે, આ મુંબઈ નથી કોઈ અન્ય શહેરમાં આવી છે. ડાયનાએ આગળ કહ્યું કે, આ ઘર તેના પરદાદાના જમાનાનું ઘર છે. 100 વર્ષ જૂનું છે. આ તેની ચોથી પેઢી છે. ફરાહ ખાને જ્યારે લિવિંગ રુમમાં વચ્ચે રાખેલું ગોળ ટેબલ વિશે પુછ્યું તો ડાયનાએ જણાવ્યું કે, આ ટેબલ મારા બાળપણનું છે.કોઈએ તે મારા દાદા કે પરદાદાને ભેટમાં આપ્યું હતું. મેં સાંભળ્યું છે કે તે બીજા વિશ્વયુદ્ધના સમયનું છે.”
