TV9 Exclusive: ફિલ્મ ‘ટીટુ અંબાણી’થી દીપિકા સિંહનું બોલિવૂડમાં ડેબ્યૂ, ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર રહીને એક્ટ્રેસે કહી મોટી વાત

ટીવી ઈન્ડસ્ટ્રી છોડીને દીપિકા સિંહે (Deepika Singh) હવે બોલિવૂડનો રસ્તો પકડી લીધો છે. દીપિકા સિંહ 8 જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ ટીટુ અંબાણીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

TV9 Exclusive: ફિલ્મ 'ટીટુ અંબાણી'થી દીપિકા સિંહનું બોલિવૂડમાં ડેબ્યૂ, ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર રહીને એક્ટ્રેસે કહી મોટી વાત
Titu Ambani FilmImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 8:04 PM

Titu Ambani Film: ટીવી સીરિયલ દિયા ઔર બાતી ફેમ દીપિકા સિંહ હવે તેની નવી ઈનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ટીવી જગતની સંધ્યા હવે બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દીપિકા સિંહની (Deepika Singh) ડેબ્યૂ ફિલ્મનું નામ ‘ટીટુ અંબાણી’ (Titu Ambani Film) છે. તેની ઓપોઝિટ એક્ટર તુષાર પાંડે જોવા મળશે. એક્ટર તુષાર પાંડે ફિલ્મ ‘છિછોરે’ અને વેબ સીરિઝ ‘આશ્રમ’થી ખૂબ જ પોપ્યુલર થયો છે. પરંતુ દીપિકા અને તુષાર બંને ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા સિંહ આજની છોકરીના રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘ટીટુ અંબાણી’ને દીપિકા સિંહ અને તુષાર પાંડેએ ટીવી 9 ભારતવર્ષ સાથે લઈને એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

મૌસમી નામની છોકરીના રોલમાં છે દીપિકા

આ ફિલ્મ માટે એક્ટ્રેસ દીપિકા સિંહ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ગયું છે, જે ઘણું ફની છે. ફિલ્મમાં દીપિકા ‘મૌસમી’ નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે, જેને પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. પોતાના પાત્ર વિશે દીપિકાએ કહ્યું કે મૌસમીનું પાત્ર તેના દિલની ખૂબ નજીક છે. દીપિકા કહે છે કે મૌસમીને લાગે છે કે ટીટુ અને તે એકબીજા માટે બનેલા છે, પરંતુ મુશ્કેલીઓ ત્યારે ઊભી થાય છે, જ્યારે ટીટુના નિર્ણયોથી તેમની વચ્ચેના પ્રેમ સંબંધને જોખમમાં મૂકે છે.

આ પણ વાંચો

એમ્બિશિયસ છોકરાના રોલમાં તુષાર પાંડે

એક્ટર તુષાર પાંડે ફિલ્મ ટીટુ અંબાણીમાં લીડ રોલમાં જોવા મળશે. તુષાર આ ફિલ્મમાં એક એમ્બિશિયસ છોકરાની ભૂમિકામાં છે. તુષારનું કહેવું છે કે તે આ ફિલ્મમાં ટીટુનું પાત્ર ભજવી રહ્યો છે. જેનું નામ સાંભળવામાં તો બહુ સામાન્ય છે, પરંતુ જિંદગીમાં તેના સપના ઘણા મોટા છે. ટીટુનું સપનું પૈસા કમાવવાનું છે, મોટી વ્યક્તિ બનવાનું છે. તુષાર કહે છે કે ફિલ્મમાં સફળતાનો સાચો અર્થ દર્શાવવામાં આવ્યો છે. આ એક સામાજિક ફિલ્મ છે, જેને દરેક વ્યક્તિ પોતાની સાથે રિલેટ કરી શકશે.

‘ટીવીએ મને કહ્યું અલવિદા’

દીપિકા સિંહ આજે પણ તેના ટીવી પાત્ર સંધ્યાના નામથી ઓળખાય છે. થોડા સમય પહેલા તેણે ટીવીને અલવિદા કહી દીધું છે. દીપિકા સિંહને ટીવીએ ઓળખ અપાવી છે. તેણે ટીવી ઈન્ડસ્ટ્રી કેમ છોડી તે સવાલના જવાબમાં દીપિકા કહે છે કે મેં નહીં, ટીવીએ તેને અલવિદા કહ્યું. દીપિકા કહે છે કે મોટાભાગની ભૂમિકાઓ સંધ્યાની આસપાસ જોવા મળી હતી. એક એક્ટ્રેસ તરીકે તેને સમજાયું કે તેણે અલગ-અલગ પાત્રો ભજવવા જોઈએ. પરંતુ તેણે ટીવીને અલવિદા કહેવા પાછળ ખરાબ સ્વાસ્થ્યના કારણો પણ આપ્યા હતા.

મિડલ ક્લાસથી સંબંધિત છે આ ફિલ્મ

ફિલ્મની વાર્તા એક મિડલ ક્લાસ પરિવારની છે, જેમાં એકમાત્ર છોકરી પોતાનું આખું ઘર ચલાવે છે, પરંતુ તેના માતા-પિતા છોકરીના લગ્ન થાય તે ઈચ્છે છે. ટ્રેલરની શરૂઆત મૌસમી (દીપિકા સિંહ)ના લગ્નની વાતથી થાય છે, જ્યાં તેના માતા-પિતા તેને છોકરાની તસવીર બતાવે છે, પરંતુ મૌસમી ટીટુ (તુષાર પાંડે) સાથે લગ્ન કરવા માંગે છે, કારણ કે બંને એકબીજાના પ્રેમમાં છે. લગ્ન પછી બંનેની લાઈફમાં મોટા મોટા ફેરફારો થાય છે, જે ફિલ્મને સામાન્ય માણસ સાથે જોડવામાં મદદ કરશે. આ ફિલ્મ 8મી જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તુષાર પાંડે અને દીપિકા સિંહ બંનેએ દર્શકોને ‘ટીટુ અંબાણી’ ફિલ્મ જોવાની અપીલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">