Kangan Ruby Song: ભૂમિ પેડનેકર માટે અક્ષય કુમાર બનાવશે રૂબી વાળા કંગન, ‘રક્ષા બંધન’નું નવું ગીત રિલીઝ

ફિલ્મ રક્ષાબંધનનું ગીત 'કંગન રૂબી' પહેલા 'તેરે સાથ હૂં મેં' રિલીઝ થયું હતું. બંને ગીતોને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. પરંતુ જોવાનું રહેશે કે અક્ષયની આ ફિલ્મ દર્શકોના દિલ જીતી શકશે કે નહિ.

Kangan Ruby Song: ભૂમિ પેડનેકર માટે અક્ષય કુમાર બનાવશે રૂબી વાળા કંગન, 'રક્ષા બંધન'નું નવું ગીત રિલીઝ
Akshay Kumar Song Kangan Ruby OutImage Credit source: You Tube
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:53 PM

Akshay Kumar Kangan Ruby Song Video: એક્ટર અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ રક્ષાબંધનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું આજે એટલે કે મંગળવારે બીજું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું ટાઈટલ છે – કંગન રૂબી (Song Kangan Ruby). અક્ષય કુમાર સિવાય આ ગીતમાં ભૂમિ પેડનેકર પણ છે, જે અક્ષયને ગિફ્ટમાં કંઈક સારું આપવાની ડિમાન્ડ કરી રહી છે. આ ગીતના બીટ્સ લગ્નના અન્ય ગીતો સાથે મળે છે. આ ગીતમાં ભૂમિ અને અક્ષય ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

દર્શકોને પસંદ આવશે અક્ષય કુમારનું આ ગીત

રક્ષાબંધન ફિલ્મના આ ગીતને હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે તેના ગીતો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. ગીતના વીડિયોમાં તમે જોશો કે ભૂમિ પેડનેકર ફિલ્મમાં અક્ષય કુમારના પાત્ર લાલા કેદારનાથને ચીડાવી રહી છે. તે કહે છે કે લાલા કેદારનાથ બીજાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત છે, પોતાના લગ્ન વિશે વિચારવાને બદલે. આ પછી લાલા તેના પ્યારને મનાવવાની કોશિશ કરે છે અને તેને વાદો કરે છે કે જ્યારે તેમના લગ્નની પાક્કા થઈ જશે, ત્યારે લાલા તેને રૂબીના કંગન બનાવીને પહેરાવી દેશે.

અહીં જુઓ Raksha Bandha ના Kangan Ruby ગીતનો વીડિયો

આ પણ વાંચો

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરનું આ ગીત ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીતને રિલીઝ થયાને થોડા જ કલાકો થયા છે અને આ ગીતે વ્યુઝના રેકોર્ડ તોડી રહ્યું છે. ફિલ્મ રક્ષા બંધનનું ગીત ‘કંગન રૂબી’ પહેલા ‘તેરે સાથ હૂં મેં’ રિલીઝ થયું હતું. બંને ગીતોને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે, પરંતુ જોવાનું રહેશે કે અક્ષયની આ ફિલ્મ દર્શકોના દિલ જીતી શકશે કે નહિ.

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ રક્ષાબંધન એક ભાઈ અને ચાર બહેનોની કહાની છે. એક એવો ભાઈ જે પોતાની બહેનોના લગ્ન પહેલા તેની ખુશીઓને સ્વીકારવા માંગતો નથી. તે તેની બહેનના લગ્ન માટે દહેજ ભેગું કરવાનો પ્રયાસ કરતો રહે છે. ભૂમિ આ ફિલ્મમાં અક્ષયની લવ લેડીના રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સહિત આ ફિલ્મમાં સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખાતિબ અને સ્મૃતિ શ્રીકાંત પણ મુખ્ય ભૂમિકામાં છે, જેઓ ફિલ્મમાં અક્ષયની બહેનની ભૂમિકા ભજવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">