Samantha Ruth Prabhu: શું સમંથા રૂથનું ઈન્સ્ટાગ્રામ થયું હેક? પોસ્ટ શેયર કરવા પર ઉભા થયા સવાલ, મેનેજરે આપ્યો આ જવાબ
સમંથા રૂથ પ્રભુ (Samatha Ruth Prabhu) તેના અપકમિંગ પ્રોજેક્ટ 'કુશી' પર કામ કરી રહી છે. રોમેન્ટિક ડ્રામા આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા પણ જોવા મળશે અને તે 23 ડિસેમ્બરે રિલીઝ થશે.
દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) કોઈને કોઈ કારણે ચર્ચાનો વિષય બની રહે છે. આ વખતે પણ કંઈક એવું બન્યું છે કે સમંથા રૂથ પ્રભુ ફરી ચર્ચામાં છે. તેનું કારણ છે સમંથાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ. એક્ટ્રેસ સમંથાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેના કામ અને પર્સનલ જીવન સાથે જોડાયેલા જ ફોટા સામાન્ય રીતે શેયર કરવામાં આવે છે. પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેયર કરવામાં આવી હતી, જેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સમંથાએ તે પોસ્ટ શેયર કરી નથી. પરંતુ સમંથાના ફેન્સે તરત જ આ પોસ્ટની નોટિસ કરી. ત્યારથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે શું તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) હેક થઈ ગયું છે? ઘણા ફેન્સે આ પોસ્ટના સ્ક્રીનશોટ પણ શેયર કર્યા છે.
Samantha’s instagram account hacked?@Samanthaprabhu2 pic.twitter.com/GowUlWNN0P
— ™ (@venkatvenky9492) July 4, 2022
સમંથાના ડિજિટલ મેનેજરે આપી પ્રતિક્રિયા
સમંથા પ્રભુના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કર્યા બાદ તેના ડિજિટલ મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે.સમંથાના ડિજિટલ મેનેજરે તેને તકનીકી ખામી કહ્યું છે. શેષાંકા બિનેશે આ એક ‘તકનીકી ખામી’ જાણાવતા કહ્યું કે આ સમસ્યાના કારણે સમંથાના એકાઉન્ટમાં ક્રોસ-પોસ્ટિંગ થયું છે. તેણે કહ્યું- એખ તકનીકી ખામીને કારણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ ભૂલથી સમંથાના એકાઉન્ટ પર ક્રોસ-પોસ્ટ થઈ ગઈ હતી.
શેષાંકા બિનેશે લખ્યું- ‘તકનીકી ખામીને કારણે સમંથાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ ભૂલથી ક્રોસ થઈ ગઈ હતી. અમે આ બાબતે કામ કરી રહ્યા છીએ. ઈન્સ્ટાગ્રામ તેના વિશે જણાવશે. આ સાથે શેષાંકે માફી પણ માંગી છે.
તાપસી સાથે કામ કરશે સમંથા
હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન તાપસીએ જણાવ્યું હતું કે તે સાઉથ ક્વીન સમંથા રૂથ પ્રભુ સાથે કામ કરવા જઈ રહી છે. તાપસીએ કહ્યું કે તે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છે જેમાં સમંથા લીડ એક્ટ્રેસના રોલમાં છે. તાપસીએ કહ્યું કે ટૂંક સમયમાં તેનું ઓફિશિયલ એનાઉન્સ પણ કરવામાં આવશે. તાપસીએ આગળ કહ્યું- ‘એવું કંઈક છે જેના પર હું અને સમંથા સાથે કામ કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં તેનું એનાઉન્સ પણ કરીશું. પણ હા એ કન્ફર્મ છે કે સમંથા અને હું એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છીએ. હું તેને પ્રોડ્યુસ કરી રહી છું. આ સિવાય ફિલ્મમાં જો મારા મુજબ કોઈ ભાગ હોય તો હું તે પણ કરી શકું છું. પરંતુ આ ફિલ્મમાં સમંથા લીડ રોલમાં છે. આ પ્રોજેક્ટને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું.’ હાલમાં સમંથા તેના અપકમિંગ પ્રોજેક્ટ ‘કુશી’ પર કામ કરી રહી છે. આ એક રોમેન્ટિક ડ્રામા છે. જેમાં વિજય દેવરાકોંડા પણ જોવા મળશે.