દુલ્હનની એક જ જીદ, કહ્યું- વિકી કૌશલ સાથે ફોટો પાડો નહીંતર હું લગ્ન નહીં કરું

એક દુલ્હનનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે એવી શરત મૂકે છે કે જો વિકી કૌશલ (Vicky Kaushal) તેની સાથે ફોટો નહીં પડાવે તો તે લગ્ન નહીં કરે.

દુલ્હનની એક જ જીદ, કહ્યું- વિકી કૌશલ સાથે ફોટો પાડો નહીંતર હું લગ્ન નહીં કરું
Vicky Kaushal Fan
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 05, 2022 | 1:13 PM

લગ્નના દિવસે ઘણી વખત નાની-મોટી વિચિત્ર પરિસ્થિતિઓ સર્જાય છે. ક્યારેક લગ્નની જાનમાં હંગામો મચી જાય છે તો ક્યારેક કેટલીક વિચિત્ર હરકતો થાય છે. જેના કારણે લગ્ન અટકી જાય છે. પરંતુ જો દુલ્હન વિકી કૌશલની (Vicky Kaushal) ફેન હોય અને તેનો ફેવરિટ એક્ટર એ જ લગ્ન સ્થળે હાજર હોય તો દુલ્હનનું રિએક્શન શું હશે. આનો ઈશારો તમે એક વાયરલ થયેલા વીડિયોમાં (Viral Video) સ્પષ્ટ જોઈ શકો છો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી દુલ્હનને ખબર પડે છે કે વિકી કૌશલ પણ આસપાસ ત્યાં હાજર છે તો તે તેની સાથે ફોટો પડાવવાની જીદ કરવા લાગે છે. દુલ્હનનો આ વીડિયો ખૂજ જ વાયરલ થઈ રહ્યો.

અહીં જુઓ વીડિયો

આ દુલ્હનનું નામ પ્રેરણા નેગી કહેવામાં આવી રહ્યું છે, જે એક ફેશન સ્ટાઈલિશ છે. તેના લગ્ન એ જ હોટલમાં થવાના જ્યાં વિકી કૌશલ રોકાયો છે. આ વાતની તેને ખબર મળતાં જ તેણે તેને મળવાની જીદ પકડી લીધી. વીડિયોમાં દુલ્હનને કહેતી સાંભળી શકાય છે, ‘ભાઈ, મારે વિકી કૌશલને મળવું છે, મને કંઈ ખબર નથી. બસ એક ફોટો ક્લિક કરવો છે તેની સાથે, મારો વર નીચે વેટ કરી રહ્યો છે, જ્યાં સુધી વિકી સાથે ફોટો નહીં પાડો ત્યાં સુધી હું નીચે નહીં જવું. મારા એક જ વાર લગ્ન થવાના છે, જો મારા લગ્ન નહીં થાય તો તમને ગમશે.

આ પણ વાંચો

બ્લોગ બનાવતી વખતે લોબીમાં જોવા મળ્યો વિકી કૌશલ

આ વીડિયો યુટ્યુબ બ્લોગર પ્રાચી શેમાઈકે શેર કર્યો છે. આ બાબત ત્યારની છે જ્યારે તે એક ફ્રેન્ડના લગ્ન એટેન્ડ કરવા માટે મસૂરીની એક હોટલ પહોંચી હતી. તે આ હોટલની લોબીમાં લગ્નનો એક બ્લોગ બનાવી રહી હતી અને તે દરમિયાન તેણે વિકી કૌશલને ત્યાંથી પસાર થતો જોયો. વિકી તે સમયે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સાથે તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. આ પછી જ્યારે તેની ફ્રેન્ડ એટલે કે દુલ્હનને ખબર પડી કે વિકી કૌશલ તે જ હોટલના એક રૂમમાં રહે છે, ત્યારે તેણે તેની સાથે ફોટો પડાવવાની જીદ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati