AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nana Patekar Upcoming Movies: નાના પાટેકર આ 2 ફિલ્મોમાં જોવા મળશે, શ્રદ્ધા કપૂરની ‘ઈથા’માં મુખ્ય ભૂમિકા ભજવશે

Nana Patekar Upcoming Movies: નાના પાટેકર ભલે આપણા વચ્ચે રહ્યા નથી પરંતુ તેની યાદ ચાહકોના દિલમાં આજે પણ જીવિત છે. અભિનેતાના મૃત્યુ બાદ તેની 2 અપકમિંગ ફિલ્મો રિલીઝ થશે. જેમાં એક શ્રદ્ધા કપૂર સાથે છે.

Nana Patekar Upcoming Movies: નાના પાટેકર આ 2 ફિલ્મોમાં જોવા મળશે, શ્રદ્ધા કપૂરની 'ઈથા'માં મુખ્ય ભૂમિકા ભજવશે
| Updated on: Oct 08, 2026 | 12:03 PM
Share

નાના પાટેકરના નિધનથી દરેક લોકો આધાતમાં છે. અભિનેતાનું 75 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ભલે હવે અભિનેતા દુનિયામાં નથી પરંતુ તેની યાદો આજે પણ ચાહકોના દિલમાં જિવિત છે. અભિનેતા આ વર્ષે શાહિદ કપૂરની ફિલ્મ ઓ રોમિયો પુલિસવાલેના શાનદાર રોલમાં જોવા મળ્યા હતા. હવે અભિનેતા 2 અને ફિલ્મોમાં જોવા મળશે. જેમાં શ્રદ્ધા કપૂરની EETHA અને શક્તિ શાલિની ફિલ્મ સામેલ છે. આ બંને ફિલ્મોમાં અભિનેતા જોવા મળી શકે છે.

EETHAમાં જોવા મળશે

નાના પાટેકરની આવનારી ફિલ્મમાં સૌથી મુખ્ય EETHA છે. લક્ષ્મણ ઉટેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રણદીપ હુડ્ડા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ નાના પાટેકરના નિધન બાદ રિલીઝ થનારી ફિલ્મ છે.

શક્તિ શાલિનીમાં કર્યું કામ

મૈડોકના હોરર -કોમેડી યૂનિવર્સની ફિલ્મ શક્તિશાલિનીમાં પણ નાના પાટેકર નજર આવશે. મે 2026માં રિપોર્ટમાં નાના પાટેકર આ ફિલ્મના શૂટિંગમાં સામેલ થવાની જાણકારી સામે આવી હતી.

કુકૂની કુંડળી

કુકૂની કુંડળી પણ નાનાની અપકમિંગ ક્રેડિટ્સમાં સામેલ છે. તેમજ આઈએમડીબી પર પોસ્ટ પ્રોડક્શનમાં રાખવામાં આવી છે. ફિલ્મમાં તે વામિકા ગબ્બી, પરિણીતી ચોપરા, દિવ્યા દત્તા અને અન્ય બીજા કલાકારો સાથે નામ જોડાયું છે.

વેદાંતમનું શૂટિંગ ચાલું હતુ

નાના પાટેકર વેદાંતમનો ભાગ હતા. આ પ્રોજેક્ટનું કામ નાના પાટેકરના નિધન સમય હજુ પૂર્ણ થયું નથી.

પત્નીથી અલગ રહેતા

નાના પાટેકરે ગોવામાં અંતિમ શ્વાસ લીધો છે. તેની ખુબ મોટી ફેન ફોલોઈંગ પણ રહી છે.નાના પાટેકર હિન્દી અને મરાઠી સિનેમાના સૌથી સન્માનિત કલાકારોમાંના એક રહ્યા છે. તેમણે મોટાભાગે પોતાની પર્સનલ લાઈફને લાઈમ લાઈટથી દુર રાખી છે.નાના પાટેકરે 1978માં નીલાકાંતી પાટેકર સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્ની થિયેટર અને મરાઠી સિનેમા સાથે જોડાયેલી રહી છે. અમુક મતભેદના કારણે નાના પાટેકર પોતાની પત્નીથી અલગ રહેતા હતા. તેમની પત્નીએ નાના પાટેકરને મુશ્કેલ સમયમાં પણ સાથ આપ્યો હતો.

ડોક્ટરે જણાવ્યું કે નાના પાટેકરને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાથી, કેસ મેડિકલ-લીગલ કેસ તરીકે નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ તપાસમાં સંજોગો અને મૃત્યુના કારણ અંગે વધુ માહિતી મળી શકે છે.

Nana Patekar Family : લાઈમ લાઈટથી દુર રહેતો હતો નાના પાટેકરનો પરિવાર, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">