AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કરણ જોહરે બોલિવુડ સેલિબ્રિટીઝને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા? જાણો કારણ

કરણ જોહરનો સોશિયલ મીડિયા સ્ટંટ હાલમાં ચર્ચામાં છે. તેમણે તમામ બોલિવુડ સ્ટારને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા છે. તેના ઈન્સ્ટાગ્રામ લિસ્ટમાં માત્ર એક જ અભિનેત્રી છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

Breaking News : કરણ જોહરે  બોલિવુડ સેલિબ્રિટીઝને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા? જાણો કારણ
| Updated on: May 29, 2026 | 9:03 AM
Share

બોલિવુડના દિગ્ગજ નિર્માતા કરણ જોહર હાલમાં સોશિયલ મીડિયા પર છવાયા છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક ફેરફાર કર્યા છે. જેને જોઈ બધા હેરાન રહી ગયા છે. કરણ જોહરે બોલિવુડના ફેમસ સ્ટારને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અનફોલો કર્યા છે. જેમાં શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા જેવા નજીકના મિત્રોના નામ સામેલ છે.

ચાહકોએ નોટિસ કર્યું કે, વરુણ ધવન,સિદ્ધાર્થ મલ્હોત્રા, મલાઈકા અરોરા અને અનન્યા પાંડે જેવા સ્ટાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોલોઅર્સના લિસ્ટમાંથી ગાયબ છે.

એક સમયે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતા કરણ જોહરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઘટીને માત્ર 78 થઈ ગયા છે, જ્યારે પ્લેટફોર્મ પર તેમના પોતાના 17 મિલિયન ફોલોઅર્સ છે. આ મોટા પરિવર્તનમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે અભિનેતા કાર્તિક આર્યનને પણ અનફોલો કરી દીધો છે, જે ટૂંક સમયમાં જોહરના બેનર હેઠળ નિર્મિત આગામી ફિલ્મ “નાગઝિલા” માં અભિનય કરશે.

સોશિયલ મીડિયા પર યુઝર્ એવું પણ કહી રહ્યા હતા કે, થોડા સમય પહેલા સુધી પ્રિયંકા ચોપરાને ફોલો કરી રહ્યા હતા. હવે તેના લિસ્ટમાં કોઈ મોટું બોલિવુડ સ્ટાર નથી. તે જેનો ફોલોઅર્સ કરી રહ્યા છે. જેમાં કેવલ ધર્મા પ્રોડક્શનનાં સીઈઓ અપૂર્વ મહેતા અને તેના બિઝનેસ પાર્ટનર અદાર પુનાવાલા જેવા નામ સામેલ છે.

કરણ જોહરે ખુલાસો કર્યો

હવે કરણ જોહરે ખુદ આની પાછળનું કારણ પણ જણાવ્યું છે. કરણ જોહરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આ એક ડિજિટલ ડિટોક્સ છે. હું ઈન્સ્ટાગ્રામ પર સમય અને એનર્જી ઓછી ખર્ચ કરવા માટે બધાને અનફોલો કરી રહ્યો છું. હવે કરણ જોહર ઈન્સ્ટાગ્રામ પર માત્ર 47 લોકોને ફોલો કરી રહ્યો છે. જેમાં કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા જેવા તેના મિત્રોના નામ સામેલ છે.

કરણ જોહરે તાજેતરમાં જ તેમની ફિલ્મ “ચાંદ મેરા દિલ” રિલીઝ કરી, જેમાં અનન્યા પાંડે અને લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં અભિનીત “નાગઝિલા” નામની ફિલ્મનું પણ નિર્માણ કરી રહ્યા છે.

સૌથી વધારે પૈસાદાર ડાયરેક્ટરનો આજે છે જન્મદિવસ, લાખો, કરોડોમાં છે સંપત્તિ, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">