AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમિતાભ બચ્ચનની તબિયત લથડી, KBC18 નું શૂટિંગ એક અઠવાડિયા માટે સ્થગિત

અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થતા કૌન બનેગા કરોડપતિ 18નું શૂટિંગ એક અઠવાડિયા માટે રોકી દેવામાં આવ્યું છે. તબિયત લથડવાના સમાચાર બિગ બોસે સોશિયલ મીડિયા પર આપ્યા છે.

Breaking News : અમિતાભ બચ્ચનની તબિયત લથડી, KBC18 નું શૂટિંગ એક અઠવાડિયા માટે સ્થગિત
| Updated on: Nov 08, 2026 | 10:36 AM
Share

બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી છે. તબિયત બગડવાના કારણ તેના રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ એક અઠવાડિયા માટે રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ તબિયત બગડતી જોઈ મેકર્સે હાલમાં શૂટિંગ રોકવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે ચેનલે પોતાના દિવાળી સ્પેશિયલ વીક હેઠળ જુના એપિસોડ ટેલિકાસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની તબિયતને લઈ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ચિંતામાં છે.

જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોને ચિંતા કરવાની જરુર નથી. કારણ કે, હાલમાં અમિતાભ બચ્ચનની તબિયતને લઈ કોઈ ગંભીર પરેશાનીની પુષ્ટિ થઈ નથી.

અમિતાભ બચ્ચનની તબિયત અચાનક લથડી

રવિવાર વહેલી સવારે 5 વાગ્યે અમિતાભ બચ્ચનને પોતાના અંદાજમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તે લખે છે હો હો હોગયા. તેના શોમાં લાસ્ટમાં અનેક મોટા સેલિબ્રિટીઓ એપિસોડમાં જોવા મળ્યા હતા. જેમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને રવિ દુબે જોવા મળ્યા હતા. આ તમામ પોતાની અપકમિંગ ફિલ્મ રામાયણના પ્રમોશન માટે કેબીસીમાં પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચને હાલમાં પોતાના બ્લોગમાં દિનચર્યાની વાપસી અને કામ પર પરત ફરવાની કેટલીક વાતો શેર કરી છે.

ખરાબ તબિયત

રિપોર્ટ અનુસાર, KBC 18 માટે શૂટ કરાયેલા છેલ્લા સેલિબ્રિટી એપિસોડમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે હતા. આ ત્રણેય તેમની આગામી ફિલ્મ “રામાયણ” ના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનના શોમાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એપિસોડ ફિલ્મની રિલીઝની આસપાસ પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અમિતાભ બચ્ચનની ખરાબ તબિયતને કારણે, સમગ્ર શૂટિંગ અને ટેલિકાસ્ટ શેડ્યૂલ બદલવો પડ્યો. ફિલ્મની રિલીઝ સુધી એપિસોડને મુલતવી રાખવાને બદલે, ચેનલે ગયા અઠવાડિયે “રામાયણ” ટીમને દર્શાવતો એક એપિસોડ પ્રસારિત કરીને તેના દિવાળી સ્પેશિયલ સપ્તાહની શરૂઆત કરી.

“કુલી” ફિલ્મના અકસ્માત પછી અમિતાભ બચ્ચને વારંવાર તેમના ચાહકોના પ્રેમ અને પ્રાર્થનાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે. અકસ્માતમાંથી સ્વસ્થ થયા પછી હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા તે દિવસને તેઓ પોતાનો બીજો જન્મદિવસ માને છે.

અમિતાભ બચ્ચનના બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">