AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hariharan Birthday Special: સિંગિંગ શો જીત્યા પછી હરિહરનને મળી ખ્યાતિ, મિત્ર સાથે મળીને પોતાનું બનાવ્યું બેન્ડ

પીઢ ગાયક હરિહરન (Hariharan Birthday) આજે તેમનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેણે હિન્દી અને તમિલ સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. ફિલ્મોમાં ગાતા પહેલા તેણે સિંગિંગ શો જીત્યો હતો. તેમને પહેલો બ્રેક એક મ્યુઝિક ડિરેક્ટરે આપ્યો હતો.

Hariharan Birthday Special: સિંગિંગ શો જીત્યા પછી હરિહરનને મળી ખ્યાતિ, મિત્ર સાથે મળીને પોતાનું બનાવ્યું બેન્ડ
happy birthday hariharan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:43 AM
Share

આજે બોલિવૂડ અને ટોલીવુડના દિગ્ગજ ગાયક હરિહરનનો જન્મદિવસ (Hariharan Birthday) છે. તેઓ આજે તેમનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હરિહરને ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે અને પોતાની ગાયકીથી ચાહકોના દિલ જીતી લીધા છે. તેના કેટલાક સુપરહિટ ગીતોમાં ‘તુ હી રે’, ‘બાહોં કે દર્મિયાં’, ‘રોજા જાનેમન’, ‘છોડ આયે હમ’નો સમાવેશ થાય છે. હરિહરન એક સેટ ગઝલ ગાયક પણ છે. હરિહરન (Hariharan Telugu Song) એ 500થી વધુ તમિલ ગીતો અને લગભગ 200 હિન્દી ગીતો ગાયા છે. તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેણે બે નેશનલ એવોર્ડ પણ જીત્યા છે.

હરિહરન (Hariharan Career) પ્રખ્યાત કર્ણાટક ગાયિકા શ્રીમતી અલામેલુના પુત્ર છે. તેમણે તેમના પિતા અનંત સુબ્રમણિ પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. તેણે માટુંગાની ડોન બોસ્કો હાઈસ્કૂલમાંથી 12માં સુધીનો અભ્યાસ કર્યો અને તે પછી તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા. વર્ષ 1977માં તેણે સિંગિંગ શો ‘ઓલ ઈન્ડિયા સુર સિંગર કોમ્પિટિશન’ જીત્યો.

આ શો જીત્યા બાદ હરિહરન (Hariharan Wins Reality Show) લોકપ્રિય ચહેરો બની ગયો. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, હરિહરનનો મધુર અવાજ સાંભળીને દિવંગત સંગીત નિર્દેશક જયદેવે તેને ગાયક તરીકે સાઈન કરી લીધો. આ પછી હરિહરને ક્યારેય પાછું વળીને જોયું નથી. વર્ષ 1996માં, હરિહરને (Hariharan Band Name) લેસ્લી લુઈસ સાથે બે-સભ્યોનું બેન્ડ બનાવ્યું અને તેને ‘કોલોનિયલ કઝીન્સ’ નામ આપ્યું.

હરિહરનને શોખ છે વાંચન અને ફરવાનો

હરિહરન અને લેસ્લી લુઈસની જોડીએ ઘણી ભાષાઓમાં ઉત્તમ સંગીત આપ્યું છે. હરિહરનના પ્રિય સંગીતકારો એ આર રહેમાન (AR Rehman), ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, લતા મંગેશકર, આશા ભોસલે, મહેંદી હસન છે. હરિહરનને આ દિગ્ગજ ગાયકો પાસેથી ઘણી પ્રેરણા મળે છે. હરિહરનને મુસાફરી અને વાંચનનો પણ શોખ છે.

હરિહરનના પુત્ર અને પુત્રી પણ ગાયક છે

હરિહરનનું ફેવરિટ (Hariharan Favorite Food) ફૂડ સાઉથ ઈન્ડિયન અને ઈટાલિયન ફૂડ છે. તેમની જેમ તેમના બાળકો પણ સંગીત ક્ષેત્રે કામ કરે છે. તેમના પુત્ર અક્ષય હરિહરન અને પુત્રી લાવણ્યા હરિહરન બેકગ્રાઉન્ડ સિંગર છે. બંનેએ ઘણા તમિલ અને હિન્દી ગીતો ગાયા છે. બંનેએ તેમના પિતા સાથે ઘણા ગીતો પણ ગાયા છે.

આ પણ વાંચો:  જાણો, આ અભિનેત્રીએ શેયર કર્યો પોતાનો બાળપણનો ફોટો, બાળપણથી જ છે નટખટ

આ પણ વાંચો: Happy Birthday: 14 વર્ષની ઉંમરમાં જ જયા પ્રદાએ ફિલ્મોમાં મૂક્યો હતો પગ, તમામ મોટા કલાકારો સાથે કર્યું છે કામ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">