AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toronto International Film Festivalમાં હાજરી આપવા માટે એક્સાઈટેડ છે અનિલ કપૂર, આ ફિલ્મ દ્વારા એક્ટરનું સપનું થશે સાકાર

ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. અનિલ કપૂર (Anil Kapoor) પણ તેનો ભાગ હશે. તેને આ કાર્યક્રમમાં હાજરી આપવાના સમાચારને સમર્થન આપ્યું છે. આ માટે તે ખૂબ જ એક્સાઈટેડ છે. તેને પોતાની લાગણીઓ શેર કરી છે. 'થેન્ક યુ ફોર કમિંગ'ના પ્રીમિયર માટે અનિલ કપૂરની સાથે સ્ટાર કાસ્ટ ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા, શિબાંગી બેદી, પ્રોડ્યુસર રિયા કપૂર અને ડાયરેક્ટર કરણ બુલાની પણ આવશે.

Toronto International Film Festivalમાં હાજરી આપવા માટે એક્સાઈટેડ છે અનિલ કપૂર, આ ફિલ્મ દ્વારા એક્ટરનું સપનું થશે સાકાર
Anil KapoorImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 7:56 PM
Share

અનિલ કપૂરે (Anil Kapoor) હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી છે. 80-90ના દાયકામાં અનિલનો સિક્કો ઈન્ડસ્ટ્રી પર રાજ કરતો હતો. આજે પણ અનિલ તેની હાજરીથી સ્ક્રીન પર લોકોને આકર્ષે છે. હાલમાં તે તેની અપકમિંગ ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ (Thank You For Coming) માટે ચર્ચામાં છે. એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત ‘થેન્ક યુ ફોર કમિંગ’નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફેન્સ ફિલ્મ જોવા માટે એક્સાઈટેડ છે. હવે આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં થશે, જ્યાં અનિલ કપૂર પણ હાજરી આપશે.

TIFFમાં હાજરી આપશે અનિલ કપૂર

અનિલ કપૂર ઘણા સમયથી ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જવા ઈચ્છતો હતો. આવામાં તેમનું આ સપનું પણ ‘થેન્ક યુ ફોર કમિંગ’ સાથે પૂર્ણ થવા જઈ રહ્યું છે. એક્ટરે કહ્યું- હું સ્લમડોગ મિલિયનેયર થી TIFF માં હાજરી આપવા માંગું છું. તે વર્ષે હું બીએફઆઈથી લઈને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી સ્લમડોગ સુધીના લગભગ તમામ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો, પરંતુ માત્ર TIFF ચૂકી ગયો હતો.

View this post on Instagram

A post shared by anilskapoor (@anilskapoor)

(VC: Anil Kapoor Instagram) 

કેમ અનિલ કપૂર TIFFમાં ન જઈ શક્યો?

અનિલ કપૂરે વધુમાં કહ્યું કે તે સ્લમડોગ મિલિયનેયર દરમિયાન TIFFમાં કેમ ન જઈ શક્યા. અનિલના કહેવા મુજબ મારા વિઝા સમયસર ન પહોંચવાના કારણે હું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ન જઈ શક્યો, ત્યારથી TIFF મારી બકેટ લિસ્ટમાં છે. આ વખતે મને પ્રોડ્યુસર તરીકે ત્યાં જવાનો મોકો મળ્યો છે. હું આટલા મોટા મંચ પર આવવા બદલ ‘થેન્ક યુ ફોર કમિંગ’ના પ્રીમિયરની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

આ પણ વાંચો: જોનસ બ્રધર્સના કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરાએ કર્યો જોરદાર ડાન્સ, પ્રીતિ ઝિન્ટા મળી જોવા, જુઓ Video

‘થેન્ક યુ ફોર કમિંગ’ના પ્રીમિયર માટે અનિલ કપૂરની સાથે સ્ટાર કાસ્ટ ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા, શિબાંગી બેદી, પ્રોડ્યુસર રિયા કપૂર અને ડાયરેક્ટર કરણ બુલાની પણ આવશે. આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">