જોનસ બ્રધર્સના કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરાએ કર્યો જોરદાર ડાન્સ, પ્રીતિ ઝિન્ટા મળી જોવા, જુઓ Video

પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ હાલમાં જ તે વિદેશમાં રહેતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સાથે જોનસ બ્રધર્સના મ્યુઝિક કોન્સર્ટમાં મસ્તી કરતી જોવા મળી હતી. જોનસ બ્રધર્સ લાઈવ પરફોર્મ કરતા જોવા મળે છે. પ્રીતિ પણ તેના શોને એન્જોય કરતી જોવા મળે છે. તેના આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા પણ તેની સાથે મસ્તી કરતી જોવા મળી હતી. આ મસ્તીનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે તેણે પીસીનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

જોનસ બ્રધર્સના કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરાએ કર્યો જોરદાર ડાન્સ, પ્રીતિ ઝિન્ટા મળી જોવા, જુઓ Video
Preity Zinta - Priyanka ChopraImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 6:08 PM

બોલિવૂડની બે સુંદર એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) અને પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) પોતાની એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવી દીધા છે. બંને એક્ટ્રેસ તેમના સમયની બેસ્ટ હિરોઈનોમાંની એક રહી છે. હાલમાં જ તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક્ટ્રેસ જોનસ બ્રધર્સના કોન્સર્ટમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

પ્રીતિ ઝિન્ટાએ શેર કર્યો વીડિયો

એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો જોઈને જ સ્પષ્ટ થાય છે કે તે કોઈ મ્યુઝિક ઈવેન્ટમાં પહોંચી છે. સૌથી પહેલા તે તેના ફોનનો કેમેરો ચાલુ કરે છે અને તે પ્લેસની ઝલક બતાવે છે જ્યાં મ્યુઝિકલ નાઈટ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈવેન્ટવાળી જગ્યા લોકોથી ખીચોખીચ ભરેલી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પછી તે પોતાનો કેમેરા સ્ટેજ તરફ ફેરવે છે, જ્યાં જોનસ બ્રધર્સ લાઈવ પરફોર્મ કરતા જોવા મળે છે. પ્રીતિ પણ તેના શોને એન્જોય કરતી જોવા મળે છે. તેના આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા પણ તેની સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

(VC: Preity Zinta Instagram)

પ્રીતિએ પ્રિયંકાનો વ્યક્ત કર્યો આભાર

વીડિયો શેર કરતી વખતે પ્રીતિએ એક નોટ પણ લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, ‘જોનસ બ્રધર્સના મ્યુઝિકથી પરિચિત થવાની કેવી મજાની રાત અને કેવી મજાની રીત છે. આવા અદ્ભુત હોસ્ટ બનવા માટે પ્રિયંકા ચોપરાનો ખૂબ ખૂબ આભાર. નિક જોનસનું ઉત્તમ પર્ફોમન્સમાંથી એક હતું. બાકીના પ્રવાસ માટે ઓલ ધ બેસ્ટ. ગઈકાલે રાત્રે હું ઓફિશિયલ રીતે તમારી ફેન બની ગઈ.

તમને જણાવી દઈએ કે બંને એક્ટ્રેસ લગ્ન બાદ લાંબા સમયથી વિદેશમાં રહે છે. આવી પરિસ્થિતિમાં પ્રિયંકા ચોપરાએ પ્રીતિ ઝિન્ટાને તેના પતિ અને તેના ભાઈઓના મ્યુઝિક કોન્સર્ટમાં આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: The Vaccine War Trailer: કોરોના વાયરસ, વેક્સીન અને રાજકારણ, વિવેક અગ્નિહોત્રીના ‘ધ વેક્સીન વોર’ના ટ્રેલરમાં શું છે, જુઓ Video

આ બંને એક્ટ્રેસે એક સાથે ફિલ્મ ‘ધ હીરો’માં સાથે કામ કર્યું હતું. બંને ખૂબ સારા મિત્રો છે. પ્રીતિ હાલમાં ફિલ્મોથી દૂર છે. પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં હોલીવુડ પ્રોજેક્ટ હેડ્સ ઓફ સ્ટેટમાં જોવા મળશે. આ પહેલા તેણે રિચર્ડ મેડન સાથે એક્શન થ્રિલર સિરિઝ સિટાડેલમાં કામ કર્યું હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">