વિચિત્ર બેગ સાથે જોવા મળ્યો અક્ષય કુમાર, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા, જુઓ Video
Akshay Kumar Video: બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારનો (Akshay Kumar) એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અક્ષય એક વિચિત્ર બેગ સાથે જોવા મળી રહ્યો છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.
Akshay Kumar Video: અક્ષય કુમાર તેની શાનદાર એક્ટિંગ અને શાનદાર સ્ટાઈલ માટે ઘણો ફેમસ છે. અક્ષય કુમાર હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અક્ષય કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેને એક અતરંગી બેગ કૈરી કરી છે, જે જોવામાં સાવ અલગ છે.
આઈ બ્લિન્ક કરતી જોવા મળી અક્ષય કુમારની બેગ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં અક્ષય કુમાર બ્લુ જોગર્સ અને બ્લેક ટી-શર્ટમાં એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે તે તેની કાર પાસે પહોંચ્યો ત્યારે તેને કૈરી કરેલી બેગ બ્લિન્ક કરી રહી હતી. તે લાલ ડ્રેગન આઈ એલસીડી બેગ છે, જે એકદમ યુનિક લાગે છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
વીડિયો સામે આવતા જ ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘બેગ શાનદાર લાગી રહી છે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તમારી પાસે પૈસા હોય તો તમે શું નથી કરી શકતા’. કિંમતની વાત કરીએ તો ગૂગલ પર આ બેગની કિંમત 16000 રૂપિયાથી શરૂ થાય છે. આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની આ વિચિત્ર બેગની ચર્ચા ખૂબ જ થઈ રહી છે.
આ પણ વાંચો : Vivek Agnihotriએ ફિલ્મફેર એવોર્ડમાં જવાની ના પાડી, કહ્યું- હંગામો મચાવવાનો મારો કોઈ હેતુ નથી
આ ફિલ્મમાં જોવા મળશે એક્ટર
અક્ષય કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે ઈમરાન હાશમી સાથે સેલ્ફીમાં જોવા મળ્યો હતો. તેમાં ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા પણ હતાં. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હવે અક્ષય કુમાર પાસે ‘કેપ્સુલ ગિલ’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘ઓહ માય ગોડ 2’ જેવી અનેક ફિલ્મો પાઈપલાઈનમાં છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…