Avatar 3 : 2156 કરોડમાં બનેલી ફિલ્મ અવતારનું ટ્રેલર રિલીઝ,પેંડોરાની દુનિયામાં જોવા મળ્યો ખતરનાક વિલન
ભારતમાં સૌથી મોટી હોલિવુડ ફિલ્મ ગણાતી આ ફિલ્મ ચાહકો ખુબ જ પસંદ કરે છે.જેમ્સ કૈમરુનના ડાયરેક્શનમાં બનેલી અવતાર 3નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં વિલનની ઝલક દેખાડવામાં આી છે. ફિલ્મ ભારતમાં 19 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
દુનિયાની સૌથી વધારે પૈસા કમાનારી ફિલ્મ અવતાર મોટી ફ્રેન્ચાઈઝીમાંથી એક છે. ડાયરેક્ટર જેમ્સ કૈમરુનની આ ફ્રેન્ચાઈઝીએ અત્યારસુધી 2 પાર્ટ રિલીઝ થયા છે. ચાહકો ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે મેકર્સે ત્રીજો પાર્ટ Avatar: Fire and Ashનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.તમને જણાવી દઈએ કે, અવતારનો બીજો પાર્ટ ધ વે ઓફ વોટરના નામથી રિલીઝ થયો હતો. હવે ત્રીજો પાર્ટ અવતાર ફાયર એન્ડ એશનું નામ આપવામાં આવ્યું છે. જેને લઈ ચાહકો પણ ખુબ ઉત્સાહિત છે.
પેંડોરાની દુનિયામાં જોવા મળ્યો ખતરનાક વિલન
અવતાર ફાયર એન્ડ એશના ટ્રેલરમાં પેંડોરાની દુનિયામાં એક ખતરનાક ચેપ્ટર શરુ થતું જોવા મળ્યું છે. હવે આ સ્ટોરી એશ પીપલ નામના એક રહસ્યમયી ગ્રુપ સાથે જોડાયેલી છે. ટ્રેલરમાં જેક સુલી અને તેનો પરિવાર મેટકેયના કબીલેના સાથે મળી વરંગ અને તેની સેના સાથે લડતા જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ અને મહત્વની વાત એ છે કે, વરંગ અને કર્નલ માઈલ્સ ક્વારિચ સાથે મળી ગયા છે. આ સિવાય ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, આગ વરંગને કંટ્રોલ કરવાની શક્તિ આપવામાં આવી છે. તેમજ પેંડોરાના જંગલને સળગતા દેખાડ્યું છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં સોશિયલ મીડિયા પર અવતારના મેકર્સે જાણકારી આપી હતી કે, ઉના ચૈપલિન આમાં વિલનના રોલમાં જોવા મળશે. ત્યારબાદ ચાહકો આ રોલમાં તેને જોવા માટે ઉત્સાહિત છે.
કેટલું છે ફિલ્મનું બજેટ?
મીડિયા રિપોર્ટ મુજબ અવતાર 3માં અંદાજે 2100 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ બિગ બજેટ ફિલ્મને ભારતમાં 19 ડિસેમ્બરના રોજ અંગ્રેજી, હિન્દી,તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અવતારના પહેલા પાર્ટે અંદાજે 25 હજાર કરોડની કમાણી કરી હતી. તો બીજા પાર્ટે અંદાજે 20 કરોડનું કલેક્શન કર્યું હતુ. હવે જોવાનું રહેશે કે, અવતાર 3ના પહેલા 2 પાર્ટથી આગળ નીકળે છે કે, કેમ.
