વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની સાક્ષી બનવા માટે અમદાવાદ પહોંચી આથિયા શેટ્ટી, પતિ કે એલ રાહુલને કરશે ચિયર

રવિવાર 19 નવેમ્બરે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ પહેલા બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી પતિ કે એલ રાહુલ અને ભારતીય ટીમને ચિયર કરવા માટે આજે અમદાવાદ પહોંચી છે.

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની સાક્ષી બનવા માટે અમદાવાદ પહોંચી આથિયા શેટ્ટી, પતિ કે એલ રાહુલને કરશે ચિયર
Athiya Shetty (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 4:54 PM

બોલિવુડ અભિનેત્રી અને ક્રિકેટર કે એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા પોતાના પતિ અને ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવી પહોંચી છે. એરપોર્ટ પરથી તેની એક તસ્વીર સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી દર વખતે કે એલ રાહુલ અને ભારતીય ટીમને મેદાન પર ચિયર કરતી નજર આવે છે. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.

ફોર્મમાં છે કે એલ રાહુલ

તમને જણાવી દઈએ કે કે એલ રાહુલ અને સમગ્ર ભારતીય ટીમ ખુબ જ ફોર્મમાં નજર આવી રહી છે. સેમિફાઈનલ મેચમાં તેમને 20 બોલ પર તાબડતોડ 39 રનની ઈનિંગ રમી હતી. જો કે મુંબઈના વાનખેડે મેદાન પર યોજાયેલી સેમિફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં આથિયા શેટ્ટી નજર આવી નહતી પણ તે ફાઈનલ મેચમાં સાક્ષી બનવા માટે બે દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ચૂકી છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

ઓસ્ટ્રેલિયા સામે 20 વર્ષ બાદ ફાઈનલ મેચ રમશે ભારત

12 વર્ષ બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. જો કે ભારત માટે ફાઈનલનો રસ્તો સરળ નથી. ભારતે ઓસ્ટ્રેલિયા ટીમનો સામનો કરવાનો છે, જે આ વર્લ્ડ કપમાં ફોર્મમાં નજર આવી રહી છે અને સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓની સાથે સાથે કે એલ રાહુલ પર પણ ફેન્સની નજર રહેશે.

કે એલ રાહુલે વર્લ્ડ કપ 2023માં એક સદી અને એક અડધી સદી ફટકારી

તમને જણાવી દઈએ કે કે એલ રાહુલે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 10 મેચ રમી છે. તેમાં 77થી વધારેની એવરેજની સાથે તેમને 386 રન બનાવ્યા છે. કે એલ રાહુલે આ વખતે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. જ્યારે સ્ટમ્પિંગ કરીને એક ખેલાડીને આઉટ કર્યો છે, જ્યારે 15 કેચ પકડ્યા છે.

આ પણ વાંચો : બિગ બોસના ઘરમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર કેવી રીતે થાય છે? જાણો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">