બિગ બોસના ઘરમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર કેવી રીતે થાય છે? જાણો
બિગ બોસના ઘરમાં આવ્યા પહેલા સ્પર્ધકો પોતાના મેડિકલ રિપોર્ટથી લઈ ડાયટ સુધી તમામ જાણકારી ચેનલ અને પ્રોડક્શન હાઉસને આપે છે. બિગ બોસના આ ઘરમાં આવનાર સેલિબ્રિટિસ ન તો કોઈ પેપર લઈ જવા દેવામાં આવે છે ન તો કોઈ ફોન. આજ કારણ છે કે, તેની સુરક્ષાને લઈ તેના સ્વાસ્થનું ધ્યાન રાખવા સુધીની જવાબદારી તમામ મેકર્સ સંભાળે છે.
બિગ બોસ 17ના ઘરના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા લોખંડે પોતાના પતિ વિક્કી જૈન સાથે વાત કરતા કહે છે કે, ડોક્ટરે તેનો બ્લડ ટેસ્ટ કર્યો છે. બ્લડ ટેસ્ટની સાથે સાથે તેનું યુરિન સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. તે રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ પહેલા ગત્ત સિઝનમાં બિગ બોસના ઘરમાં ડોક્ટરને લઈ વાતો થઈ હતી. માત્ર ડોક્ટર જ નહિ પરંતુ અનેક સુવિધાઓ સ્પર્ધકો માટે સેટ પર હાજર હોય છે. જેની જરરુ પડતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
બિગ બોસના સેટ પર 24 કલાક ડોક્ટર હાજર રહે છે
શરદી, ઉધરસ કે તાવ આવતો હોય, બિગ બોસના સેટ પર 24 કલાક ડોક્ટર હાજર રહે છે અને સ્પર્ધકોના સ્વાસ્થ્ય પર નજર રાખે છે. જ્યારે સ્પર્ધકોની તબિયત બગડે છે, ત્યારે ડોકટરો કન્ફેશન રૂમમાં આવે છે અને સ્પર્ધકોનું ચેકઅપ કરે છે. જો જરૂરી હોય તો તેમનું બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ સ્પર્ધકને ઘરે રાખવા કે સારવાર માટે બહાર લઈ જવાનો નિર્ણય લેવામાં આવે છે.
સેટ પર એમ્બ્યુલન્સ પર રહે છે હાજર
વર્ષ 2022માં જ્યારે બિગ બોસ સીઝન 16 દરમિયાન ટીના દત્તાએ તેનો દાંત તોડી નાખ્યો હતો, ત્યારે તેણે બિગ બોસની સામે આગ્રહ કર્યો હતો કે તેણે નિર્માતાઓ પાસેથી નહીં પણ તેના પોતાના ડેન્ટિસ્ટ પાસેથી સારવાર લેવી પડશે, નહીં તો તે તેની સામે નહીં આવે. ડોક્ટર સિવાય બિગ બોસના સેટ પર મેડિકલ ઈમરજન્સી માટે એમ્બયુલન્સ પણ હાજર રહે છે.
જરુર પડતી વખતે તેની મદદ લઈ શકાય છે.એમ્બ્યુલન્સની સાથે સાથે સાઈક્રાસ્ટિકની ટીમ હાજર રહે છે.
સ્પર્ધકોના હેલ્થનું ધ્યાન રાખવામાં આવે છે
તાજેતરમાં જ બિગ બોસના ઘરમાં જોડાનાર યુકે રાયડરે બિગ બોસના મનોચિકિત્સકની મદદ લીધી હતી. પરંતુ બિગ બોસે કહ્યું કે તેમના મનોચિકિત્સકને નથી લાગતું કે અનુરાગને કોઈ મદદની જરૂર છે. બિગ બોસના ઘરમાં સ્પર્ધકોના હેલ્થનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે.
મુંબઈના ફિલ્મ સિટીમાં બનેલા બિગ બોસના સેટ પર અનેક વખત સાપ કે પછી જંગલી જાનવરો જોવા મળતા હોય છે. છેલ્લા 6 મહિનાથી સિરીયલના સેટ પર અનેક વખત લેપર્ડની એન્ટ્રી જોવા મળતી હોય છે.આજ કારણ છે કે, સેટ પર હંમેશા કેટલાક એવા લોકો હોય છે જે જાનવરને સેટ પરથી બહાર કરી શકે.
આ પણ વાંચો : પ્રેગ્નન્સી વિશે અંકિતા લોખંડેનો ચોંકાવનારો ખુલાસો, પતિને કહ્યું- મને પીરિયડ્સ નથી આવ્યા, મારા પેટમાં