AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashish Vidyarthiએ સુરતમાં લોચો, ખમણ અને ફાફડાની મોજ માણી, જૂઓ વીડિયો

અભિનેતા આશિષ વિદ્યાર્થી (Ashish Vidyarthi )એ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેઓ સુરતી લોચો, ખમણ અને ફાફડાની મોજ માણતા જોવા મળી રહ્યા છે.

Ashish Vidyarthiએ સુરતમાં લોચો, ખમણ અને ફાફડાની મોજ માણી, જૂઓ વીડિયો
આશિષ વિદ્યાર્થીએ સુરતમાં લોચો, ખમણ અને ફાફડાની મોજ માણી, જૂઓ વીડિયો Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 5:59 PM
Share

Ashish Vidyarthi: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર આશિષ વિદ્યાર્થી (Ashish Vidyarthi) અવનવી વાનગીઓનો સ્વાદ લઈ વીડિયો શેયર કરે છે અને પોતાના ચાહકોને કેટલીક નવી જગ્યાઓ વિશે પણ જણાવતા હોય છે, હાલમાં આશિષ વિદ્યાર્થીએ પોતાના સોશિયલ મીડિયા પર સુરત (Surat)માં સુરતી લોચાનો સ્વાદ માણ્યો હતો , સાથે ખમણ અને ફાફડાની લિજ્જત માણી હતી. બોલિવૂડ એક્ટર (Bollywood actor) આશિષ વિદ્યાર્થી થોડા દિવસ પહેલા પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. આશિષ વિદ્યાર્થી એક સારા એક્ટર હોવા ઉપરાંત એક મોટિવેશનલ સ્પીકર પણ છે. અભિનેતાના યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર અનેક ફુડના વીડિયો પણ છે

એક મોટિવેશનલ સ્પીકર પણ છે

અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ 19 જૂન, 1962ના રોજ થયો હતો. તેણે માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું ન હતું, પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેતા આશિષ વિદ્યાર્થીએ (Ashish Vidyarthi) મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે આશિષ વિદ્યાર્થી એક સારા એક્ટર હોવા ઉપરાંત એક મોટિવેશનલ સ્પીકર પણ છે. આશિષ હજુ પણ ફિલ્મોમાં સતત એક્ટિવ છે. તે છેલ્લે ફિલ્મ ‘કૌન પ્રવીણ તાંબે’માં જોવા મળ્યો હતો. તેમની કારકિર્દીમાં આશિષ વિદ્યાર્થીએ લગભગ તમામ ભાષાઓ સહિત 234થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

વિલનના પાત્રએ એક ખાસ ઓળખ બનાવી

અભિનેતા આશિષ વિદ્યાર્થીને વિલનના પાત્ર માટે દરેક વ્યક્તિ જાણે છે. તેમના વિલનના પાત્રએ આશિષની એક અલગ ઓળખ ઊભી કરી હતી. આ અભિનેતા બોલિવૂડના શ્રેષ્ઠ વિલનની યાદીમાં સામેલ છે. તેનું નેગેટિવ કેરેક્ટર લોકોને ખૂબ પસંદ આવ્યું.

ચાહકોને વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યા

આજે આશિષ વિદ્યાર્થીએ પોતાની એક યુટ્યુબ ચેનલ ખોલી છે અને ચેનલ પર પોતાના અનુભવો પણ શેયર કરે છે. Food Khaana With Ashish Vidyarthi, KAHAANI KHATARNAAK GOI WITH ASHISH VIDYARTHI,shish Vidyarthi Actor Vlogs,Anbudan Ashish Vidyarthi જેવી ચેનલો પણ તેમણે ખોલ્લી છે. આશિષ વિદ્યાર્થી લોકોના મોટિવેશનલ સ્પીકર પણ છે. જીંદગીમાં ખુશ રહેવા માટેની ટિપ્સ, સફળ થવા માટે શું કરશો.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">